________________
વરસ સુધી જૈન કોમની શિથીલ લાગણીના સબબે નિદ્રાવશ થયેલી “એસોસીએશન ' ને જાગૃત કરવા અમે અમારાથી બનતું કરીએ છીએ પણ તે છતાં જે તે મંદગતિએ ચાલતી હોય તે તેમાં અમારો કાંઈ દેષ નથી “એસોસીએશન” આખી જૈન કોમની છે અને અમારા એકલાની નથી. તમે પણ તેના કામમાં જોડાઈ જૈન કોમને ઉદ્ધાર કરવા અમારા સરખેજ હક્ક ધરાવે છે, પણ જેઓને દૂર રહી માત્ર કોઈ સારા કામને તેની ઉગતી અવસ્થામાં જ તેડી નાખવા વિચાર થતો હેય તેને માટે અમે કોઈ પણ રીતે લખવા માગતા નથી.
એસેસીએશન” સારા કામ સમાજ માટે કરશે એવી અમને ઘણી આશા હતી એમ તેઓ લખે છે, તે સાથે અમો પણ સંમત છીએ. અને તે આશાઓ કઇ રીતે પાર પડી નથી તેઓ જણાવવા કૃપા કરશે તે ઉપકાર થશે. અમે ક્યાં સારાથી ઉલટાં કામો કર્યા છે, તે પણ જ| બાદ જ ખેદ કરશો તે બહુ ઠીક થઈ પડશે. “સમાજનું દુર્લક્ષ” એ પણ જે એસેસીએશન મંદગતિનું કારણ હેય તે અમારો કે તેઓને ઉત્સાહ કયાં સુધી ઉપયોગી થઈ પડે તે નહિ સમજી શકાય એવું છું. “ખરું તે એ છે કે સમય સમયનું કામ કરશે જ અને તેઓ પણ તેમજ માને છે છતાં તેઓ એકલાના અભિપ્રાયને આખી જૈન કોમના અભિપ્રાય તરીકે ગણાવવા અને અમને ચેતવણી આપવા જે પ્રયત્ન કર્યો છે તે ખેદ ઉતપન્ન કરનાર છે. - એસોસીએશનના વાર્ષીક મેલાવડામાં તેઓ હાજર નહિ છતાં ત્યાં થયેલા કાર્યને તેઓએ ઉપમાઓ વગર કે અનુભવે આપી છે તે કાંઈક ઉતાવળો સ્વભાવ, સત્ય શોધવા તરફની ઈંતેજારીની ગેરહાજરી અને પક્ષાપક્ષી જેવી દેખાતી લાગણીનું પરિણામ હું માનું છું જે માટે અમારે કાંઈ કહેવાનું નથી; ધર્માભિમાનનો કે ન્યાયપરાયણતાનો ઇજારે કાંઈ કોઈ એકલાને જ હોતો નથી પણ ઘણી વખત એવું બને છે કે Tools rush in where angels fear to tread.
લી. સેવક, (સહી) રતનચંદ તલકચંદ માસ્તર,
ઓનરરી સેક્રેટરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com