________________
એલા શ્રી મુનિ મહારાજેન અને વિચારવંત જૈન અગ્રેસરના પ્રકટ થપેલા ચારૂપ કેસ સંબંધીનાં અભિપ્રાય લવાદનામાથી ઉલટા છે. હવે જયારે સમાજના નેતાની વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે તેજ બતાવો આપે છે કે આ લવાદનામું એકપક્ષી છે તેમજ તેમાં દર્શાવેલી હિંદુ ધર્થીઓને આપવાની બાબતે આપણી ધાર્મિક લાગણી દુભાવનારી છે. માટેજ અમો ફરીથી કહીએ છીએ કે રા. કોટાવાળાએ કરેલું લવાદ નામું રદ થવું ઉચિત હોઈ તેજ આપણી ધાર્મિક માનિનતાનું ગૌરવ વધારનારું છે.
અત્ર એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. ચારૂપ ગામમાં કે જયાં જૈન મંદિર છે. ત્યાં એકપણ જૈન ગૃહસ્થનું વાસ્તવ્ય નથી તેથી શ્રી શામળાજી પાર્શ્વનાથજીના પુજનાદિ કાર્યમાં આપણે નિરૂપાયે બ્રાહ્મણ આદિ કે જેનાથી જૈન ગૃહસ્થોના અભાવે ઉક્ત કાર્ય થઈ શકે છે તેમને નિયત કરવા જોઈએ અથવા તે માટે અન્ય સગવડ થવી જોઈએ હવે અન્ય સગવડમાં ત્યાં એકાદા જૈન ગૃહસ્થનું ત્યાં વાસ્તવ્ય થાય તે આ અગવડ દૂર થાય. પણ જયાં આટલો બધે ભોગ આપી હિંદુ પ્રજાનું મન મનાવી આપણે તેમને માર્ગ નિષ્કટક કરી દેવા છતાં પણ જયાં હિંદુ ધર્મનુયાયીઓ અનેક પ્રકારના વિને કરે છે ત્યાં આ લવાદનામું નષ્ટ કરી આપણને થતો ગેરલાભ અટકાવી અને આપણી માન્યતા પ્રમાણે વ્યવસ્થા કરીએ તે એથી પણ ભયકારક ઘટના બનવા ઉકત બિના પ્રતિ જોતાં સંભવ દેખાય છે અને આજ ભાવિ આપત્તિથી બચવા પા.. ટણને સંઘ મળી ઉકત મંદીરમાંથી આપણે પ્રતિમાજીને પાટણમાં લાવવાને બંદેબસ્ત કરવા કમિટી નીમવાનો ઠરાવ પસાર કરી ડોઢ ડાહ્યું પગલુ ભરવા તૈયાર થયો છે એ અતિ આયકર છે સંઘે સહેલથી આ ઠરાવ કર્યો છે ખરે પણ એથી આપણને શું ગેરલાભ થાય છે. જેના ધર્મનાં સિદ્ધાંતો પર ધર્માજ્ઞાપર કેવું પાણી વળે છે તે શ્રી સંઘે વિચાર્યું હેય એવું દેખાતું નથી. હવે જે પાટણના સંઘે કરેલા આ ઠરાવ પ્રમાણેની કમિટી નીમાઈને તે પ્રમાણેને બંદેબસ્ત થાય એથી અનેક પ્રકારના ગેરલાભ થતા હોઈ આપણે ઢીંગલા ઢીંગલીની રમત માંડી પ્રભુની આશાતનાજ કરીએ છીએ એવું ગણી શકાય છે એટલું જ નહિ પણ આ ઠરાવથી થનારે અમલ દ્રષ્ટાંત રૂપ બની એવા અનેક સ્થળોએથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com