________________
તાની કોમની એક વ્યક્તિના ઉપગી અંગ ગુમાવનાર, પિતાના અમૂલ્ય સમયને નષ્ટ કરનાર અને એટલો ગંજાવર ભાગ આપનાર જૈન સમાજ રા. કોટાવાળા શેઠશ્રીના ફેંસલાથી સંતોષ નજ માની શકે, એ સ્વાભાવિક છે. ધારો કે એક તકરારની ખાતર માની લઈએ કે કદાચિત જૈન કોમ સંતોષ માને તો પણ તે સતિષ સદાને માટે ટકી રહે તેમ નથી. અમે રહી રહીને આશ્ચર્યચકિત થઈએ છીએ કે આટઆટલે ભોગ આપનારી કેમની પાસેથી રૂ. ૨૦૦૧ ની રકમ અને ઉપરથી ધર્મશાળામાંની બે ઓરડીઓ ઉપરાંત બીજી પણ જગ્યા રા. કોટાવાળા શેઠ સાહેબે સામા પક્ષને અપાવી છે. શાબાસ? શેઠ સાહેબ, શાબાસ? તમારી કોમનાં-સમાજ નાં નાક કાન કાપી જનારને બક્ષીસ પણ ઠીક આપી ? નાક કાપીને શૈરડી ને સાઠ કદાચ નાક કાપનાર આપે પણ આતો તેથી ઉલટું જ બન્યું છે? આતે કપાવનારે કાપનારને ઉપરથી ચકચકતી રોપ્ય મુદ્રાની ભરપૂર દક્ષિણ અને ઉપરથી ખાતર ઉપર દીવેલ મુજબ જમીન-મતલબ કે જર અને જમીન બને આપી જૈન સમાજનું હિત તે ખૂબ કર્યું. આ હિતથી સમાજે રાજી થવાનું નથી. સમાજની દાઝ હૈડે ધરાવનારા અને સમાજને માટે મગરૂર બની ફરનારા લોકો આવી કરણ કરી સમાજની દાઝ કે સમાજનું અભિમાન ધરાવે તે અભિમાન તેમને મુબારક ! - અમે જે કંઈ કહેવા માગીએ છીએ તે એજ છે કે સદરહુ શેઠશ્રીના ફેંસલામાં જે શબ્દો કે વાકો જૈનોને ભવિષ્યમાં બાધક થઈ પડે તેવા કાઢી નાંખવા અને તેમાં એવા શબ્દો કે વાકયો ઉમેરવા કે જેથી તે કોઈપણ કાળે આપણને બાધક બની શકે નહિ. આ કામને માટે જૈન સમાજે એક પ્રચંડ આંદોલન કરી સદરહુ ફેંસલામાંના વાંધા પડતાં વાક્યો કઢાવી નાંખવા અને તે માટે જૈન સમાજે પોતાથી બનતા પ્રયત્નો કરવાની ખાસ આવશ્યકતા અમને જણાય છે.
અમે અમારા સમાજમાં વિદ્વાન અને વિચારવાન ગણાતા પૂજય મુનિરાજે અને અગ્રેસરને નમ્ર સૂચન કરીશું કે તેઓએ આ બાબતમાં પિતાની બનતી કોશીશ કરી સદરહુ ફેંસલામાં વાંધા પડતા શબ્દો -વાક્યોમાં શા શા સુધારા વધારા કરવા, તે જાહેર પત્રો દ્વારા પ્રકટ કરવાનો પ્રયત્ન અવશ્ય સેવવો. તે પ્રયત્નો કરવા પહેલાં સ્મરણમાં રાખવાની જરૂર છે કે-સદરહુ ફેંસલે રજીસ્ટર થાય તે પહેલાં જ બનતી ત્વરાએ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com