________________
૩૧
નારાજ થાય છે, તેનું કારણ રૂપીઆ જેવી નજીવી બાબત નથી. જૈન કોમ બે હજાર તે શું? પણ તેથીબી વધુ રકમ ધર્મરક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવાને અચકાઈ નથી અને આ બાબતમાં પણ અચકાઈ નથી, પણ ચુકાદાની વિરૂદ્ધત નો મુદોજ જુદો છે. શેઠ કટાવાળાને લવાદનામું લખી આપ્યું ત્યારે લવાદ તરીકે શેઠ કોટાવાળાની જે ફરજ હતી તે માત્ર સંજોગો ધ્યાનમાં લઈ કોર્ટના કેસોનું પરીણામ ધ્યાનમાં લઈ સુલેહ સચ વાય તેવી રીતે બંને પક્ષોનાં મન સાચવીને અમુક યોગ્ય લાગે તે બદલો નક્કી કરવાનું હતું. પણ કોટાવાળા શેઠે પિતાના લંબાણ એવોર્ડમાં બીન જરૂરી ધાર્મીક ટીકા કરી છે, તેથી પાટણ અને પાટણની બહારના જૈને અને જૈન સાધુઓમાં આ ચુકાદા સામે મજબુત અભાવ છે. આપ વ્યાજબી રીતે કહે છે કે કોઇ બી ઝઘડાઓમાં જૈન સાધુઓએ ઉતરવું જોઈએ નહિ. જૈન ધર્મ પણ સાધુઓને ઝઘડામાંથી દુર રહેવાને જણાવે છે પણ જૈન ધર્મ રક્ષણ વાસ્તે, શાસન સેવા વાસ્તે જૈન સાધુઓને પિતાનો મત આપવાને મના કરતું નથી બલકે દરેક ધર્મના ગુરૂએ.ની ફરજ છે કે તેઓએ પિતપોતાના ધમપરના હુમલાઓમાંથી પોતાના ધર્મને બચાવ કરવો.
કોટાવાળા શેઠ જૈન છે. જેઓ જૈનેના અગર જૈન ધર્મના દુશ્મન નથી જ તેમ તેઓ સ્માર્લોના ખાસ મિત્ર નથી. તેઓએ જે ટીકા ધર્મની બાબતો પર કરી છે, તે તેઓએ તે પ્રમાણીકપણેજ અગર ધામક તત્વોની સંપુર્ણ સમજની ઘેરહાજરીમાં જ કરી હશે. પણ જો આ ટીકા તેથી ચાલી જવા દેવામાં આવે તો તેનું પરિણામ જૈન તીર્થોના બીજા ચાલતા મુકરદમામાં કદાચ બીનઈચ્છવાયોગ્ય આવે કારણકે આ ચુકાદ (ટીકા સાથે પુરાવા તરીકે સામા પક્ષવાળાઓ રજુ કરે. આવા તીર્થોના મુકરદમાઓના ચુકાદા હમેશાં પુરાવા તરીકે તીર્થોના જઘડાઓમાં વપરાય છે. આ સંજોગોમાં જે જૈન સાધુઓ મૈન રહે તે તેઓએ જૈન ધર્મ રક્ષણના પોતાના કાર્યમાં ગલતી બતાવી છે. એમજ કહેવાય. આપ તેથી સમજી શકશો કે જૈન સાધુઓએ ખાસ કરીને આ કેસમાં પોતાને જે મત આપે છે તે મત આપવાની પિતાની મુખ્ય અને અગત્યની ફરજો બજાવ્યા કરતાં કંઇ વિશેષ કયું નથી.
જૈન સાધુઓ શેઠ કોટાવાળાના ચુકાદા પર જે મત આપે છે તે મત ચુકાદામાં નાણાને લગતી બાબતો પર છે જ નહીં જૈન સાધુઓનું તે બાબતો પર ઉતરવાનું કામ નથી. જેનો અને જૈન સાધુઓમાં મહેં જણાવ્યું તેમ જે વાંધો ચુકાદાના સંબંધમાં ધરાવે છે તે વાંધો ચુકાદામાં શેઠ કોટાવ ળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com