________________
૩૬
તરફની રૂ. ર૦૦૦)ની રકમ તેમાં ખરચવી નહિ. વળી શ્રી. મહારાજા સા. ની પધરામણી વખતે રૂ ૧૫ હજારની સખાવત બોડીંગ માટે જાહેર કરનાર શેઠ ઉજમસી પીતાંબરદાસે પણ એક કુ અને એક ધર્મશાળા બાંધી આપવા ઈચ્છા દર્શાવી છે અને ગામના લોકોએ મજુરી મફત કરવા ઈચ્છા જણાવી છે વગેરે.
રા. વિદ્યાશંકર કરૂણાશંકર વકીલે ટેકો આપતાં જણાવ્યું કે - આ રાજયમાં સાર્વજનિક સંસ્થાઓના પાયા નાખવાની ક્રિયા ઘણું સર્જન અમલદારોના હસ્તે થઈ છે પણ દેવાલયોને પાયો નાંખવાની કીયાની પહેલ આજે થઈ છે અને તેથી મે નીંબાળકર સાહેબને તે ક્રિયા કરવા વીનંતી કરું છું. વળી શ્રીયુત મોદી તથા શેઠ ઉજમશીભાઈની ભારે સખાવતે માટે ઉપકાર માનું છું વગેરે જણાવ્યા બાદ રા. લજ્યાશંકર જોષીએ પ્રસંગે ચિત કવિતા વાંચ્યા બાદ રા. મણિશંકરે સંસ્કૃત લેક અને કવિતા વાંચી હતી.
એ. નીંબાળકર સાહેબે ભાષણ
શરૂ કરતાં જણાવ્યું કે મને આ મગંળક્રિયા માટે નિમંત્રણ કરવા માટે આપ સર્વને જેટલો ઉપકાર માનું તેટલો પડે છે. આ કાર્ય મારા હાથે થશે તેવે સ્વપને પણ મને ખ્યાલ ન હતો કારણ કે શ્રીમન્મા ધવતીર્થ મહારાજ શંકરાચાર્ય હયાત હોત તે આ ક્રિયા તેમનાજ હસ્તક થાત. સનાતને પ્રજાના આગેવાને લગભગ દોઢ વર્ષથી સતત મહેનત કરે છે અને તેથી જ આજે આ શુભ પ્રસંગે પ્રાપ્ત થયું છે અને તેનું માન પ્રયત્ન કરનારા આગેવાનોને ઘટે છે.
આ રાજ્ય બ્રાહ્મણ પ્રતિપાળ છે અને શ્રી મહારાજ સાહેબ દરેક પ્રજાના ધર્મો સમાન લેખે છે. તેમના રાજ્યમાં આ ધાર્મીક ઝઘડે ઠીક ન હતું પણ તેનું સારું સમાધાન શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા એ કરી આપ્યું છે તે માટે તેમને ઘણો ધન્યવાદ ઘટે છે.
છે. શ્રી મહારાજ સાહેબ ધર્મ તરફ ઘણું ઉમદા લાગણી રાખે છે અને દર વર્ષે પાંચ લાખ રૂપીઆ ખચે છે અને જૈને, મુસલમાને, વૈષ્ણવ દરેકને મદદ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com