________________
ખેકની પણ તંગી છે ત્યારે આપણે અહીં તદન નિર્ભય રહી આ ધર્મસંવર્ધક ક્રિયાઓ કરી શકીએ છીએ તેનું માન આપણી ચતુર અંગ્રેજ સરકારને અને તેટલું જ પ્રજાહિતતત્પર આપણું શ્રીમંત મહારાજા સાહેબ ને ઘટે છે. તે માટે આપણે તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછા છે. પ્રત્યુપકારમાં મિત્ર રાજ્યોની ફતેહ અને કૃપાળુ શ્રીમંત મહારાજા સાહે અને દીર્ધાયુષ તથા અધિક અભ્યદય અંત:કરણ પૂર્વક ઈચ્છીએ છીએ.
અધિક આનંદનું કારણ આજની ક્રિયા માટે બહુજ યોગ્ય નેતા મળ્યા છે તે છે જ્યારે અહીં ઉપરોકત બનાવ બન્યો ત્યારે તેની ફરીયાદ સાંભળવા ના. દીવાન સારા સાથે મે નીંબાળકર સાહેબજ દૈવયોગે અહીં હતા અને શંકરકૃપાથી તેનું સમાધાન સાંભળવા તથા નવા શિવાલયનો પા નાખવા પધારવાની આપણી વિનંતી પણ તેઓએજ સ્વીકારી છે આ ઇષ્ટાપતિ એ ભાવિશિવાલયની કીર્તિ અને ગેરવનું ચિન્હ છે.
મે. નીંબાલકર સા યુરપાદિ પ્રદેશોમાં પ્રવાસ કરી આવેલા હોઈ પશ્ચિમની પ્રગતિ અને સંસ્કૃતિથી પણ વાકેફગાર છે અને તેમના હાથે આજે પુર્વની આ પુરાણી ધાર્મીક સંસ્થાનો પાયો નંખાય છે એ બનાવ ખરેખર આનંદદાયક છે આ દેશની ધર્મ પ્રવર્તક સંસ્થાઓને તે દેશના વિચારોથી પણ સમર્થન મળતું હોય એમ સહજ લાગે છે મે. સરસુબા સાહેબની સાથે અહીં પધારેલા મે. જોગલેકર સાહેબને પણ આપણે ઘણે ઉપકાર માનવાને છે કારણ કે તેમણે શુભ કાર્યમાં ભાગ લેઈ ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે.
મે. નાયબ સુબા શીરગાંવકર સાહેબે પણ ખાસ આજ પ્રસંગને માટે અહીં આવવા તસ્દી લીધી છે અને આ માંગલીક કાર્યમાં અનુમોદન આપ્યું છે તે માટે તેમને ઉપકાર માનું છું. બંને પ્રજાહિતચિંતક સદગ્રહસ્થોની સમક્ષ જે ક્રિયાને આજે પ્રારંભ થાય છે તે ઉત્તરોત્તર સફળ થાઓ અને સમસ્ત સનાતન ધમનુયાયી લોકાનું સદાશિવ’ સદા શિવ જ કરો, એટલું ઇચ્છી પ્રસ્તુત કાર્યની શરૂઆત કરવા મે સરસુબા સાહેબને સવિનય વિનતી કરું છું
બાદ રા. લાખીયાએ વધુમાં જણાવ્યું કે આપ સઘળાઓ જાણીને ખુશ થશો કે પાટણના શેઠ હરવીંદદાસ મોદીએ શામળેશ્વરનું નવિન ભવ્ય મંદીર પિતાના ખર્ચે બંધાવી આપવા ઈચ્છા દરશાવી છે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com