________________
પાટણના એક પ્રતીષ્ઠીત ગ્રહસ્થ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવા દનામું આપ્યું હતું. તેઓ શેઠે લવાદ તરીકે જે ચુકાદો આપયો છે તે સંબંધી જૈન કોમના એક ભાગની લાગણી દુઃખાઈ છે, અને કેટલાક ગ્રહસ્થોએ જૈન કોમના સાધુ મુની મહારાજોના અભીપ્રાય મેળવી મીટ કટાવાળાએ આપેલ ચુકાદ જે કાયમ રહે તે જૈન ધર્મને હાની પહોંચે તેમ છે તેવા વીચાર જાહેર કરાવ્યા છે. ખરૂં પુછે તે જ વખતે ઝઘડો થયો અને કોર્ટે લડયા ત્યારે સાધુઓને કોઈ પુછવા ગયા નહોતા. જે વખતે પાટણના જૈન આગેવાનોએ લવાદનામું લખી આપયું ત્યારે પણ તેઓએ જૈન સાધુઓનો અભીપ્રાય લીધે નહતા. જે બાબદમાં તેઓએ જૈન સાધુ વર્ગની સલાહ લેવાની પરવા કરી નહોતી, તે વર્ગને હવે હ– થીયાર બનાવી જેમાં ઝઘડો ચાલુ રાખવાની જે હીલચાલ ચાલી રહી છે તે સખત વખોડવા લાયક છે. આ બાબદમાં જેઓને લાગેવળગે છે ને જેઓએ લવાદનામું લખી આપ્યું છે તેઓને છે. તેઓ તરફથી મી. કોટાવાળાના ચુકાદા સામે વાંધો ઉઠાવવામાં આવતો નથી. પાટણના જેને એ સંધ મેળવવાને પાટણમાં જે કોશીશો કરી તે નીષ્ફળ નીવડી છે.
આ ચુકાદો એક નહી. પણ ત્રણ વખત વાંચે છે. જૈન મુનીઓ નું કહેવું એવું છે કે ચુકાદામાં એક ભાગ એવો છે કે જે જે કાયમ રહે તો ભવિષ્યમાં જૈન કોમને સહન કરવું પડે. વાત ટુંકામાં એ છે કે ચારૂપના દેવળમાં જેમ હીંદુ દેવની મુતી હતી તેમ બીજા જૈન મંદીરમાં છે અને દરેક ઠેકાણે જૈનેને આ દેવે માટે મંદીરે બંધાવવાની રકમ આપવી પડે, જગ્યા કાઢી આપવી પડે છે જેને સમાજને સહન કરવું પડે, એવી તેઓને ધાસ્તી છે. શું છે ખરી વસ્તુ સ્થીતી છે તે છુપાવી શકાય તેમ છે. હીંદુ દેવોની મુર્તિ જૈન દેવળોમાં બ્રાહ્મણો પુજા કરતા હતા તે અત્યાર સુધી જૈનોએ ચલાવી કેમ લીધું ? શું હવે તે મુતિએ કહાડી નાખવાને જેન કોમ પ્રયત્ન કરે છે તેથી શું સનાતનીઓની લાગણી નહી દુઃખાય ? અત્યાર સુધી જૈન સાધુ વર્ગ જે હવે જૈનેને કુંભકરણની નીદ્રામાંથી જગાડવા નીકળ્યો છે તે જ વર્ગ સાધુ વર્ગ આટલા વર્ષો સુધી જૈન દેવળોમાં સનાતનીઓની મુતિ ઓ રાખવા કેમ દીધી? અને પિતાની ધર્મ ગુરૂ તરીકેની ફરજ તેઓએ કેમ ન બને જાવી? મી. કટાવાળાને ચુકાદે તદન વાજબી છે કે જે તમે સાથે નહી રહી શકતા હો તો સલાહ સંપથી છુટા પડે. એક બીજા વચ્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com