________________
૫૯
પરિશિષ્ટ ર૩ હિન્દુસ્થાન તા. ૩૧-૩-૧૯૧૭
ચારૂપ જઈન કેસને ચુકાદો.
હિંદુસ્થાનના અધીપતી જોગ,
સાહેબ,
જત આપના માન પામેલા ન્યાયી પત્રમાં નીચલી બીના પ્રગટ કરશેછે.
તમારા પત્રમાં પાટણના જાણીતા આગેવાન અને ચારૂપ જઇન કેસ માટે નીમાયેલા લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે સામે કોઈએ મેળવેલા અભીપ્રા પ્રગટ થયા છે, અને એ રીતે એક સારા કામને તેડી પાડવાની કોશીશ કરવામાં આવી છે, જે દીલગીરી ભર્યું છે, અને વધુ દીલગીરી એટલી જ છે કે તમારા આગેવાન પત્રને હથીયાર બનાવવામાં આવ્યું છે.
શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળી જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે અને તેથી તેઓ જૈન ધર્મ વિરુદ્ધ જનારે ચુકાદો કદી પણ આપે નહીં તે કુદરતી છે. ચુકાદાની નકલ ઉપરથી એક તરફી શું છે તે કંઈપણ જણાતું નથી. તેથી ભવીષ્યમાં જૈન તીર્થોને તથા દહેરાસરેને મોટું નુકસાન શું થશે તે સમજાતું નથી, અને દરેક ધર્મીષ્ટ મનુસ્યના મન કેમ દુઃખાય તે પણ કલ્પી શકાતું નથી, અને ચુકાદામાં જૈન ધર્મ વિરૂદ્ધ કાંઈપણ નહી હોવા છતાં આટલું કરવામાં આવ્યું છે તે દીલગીરી ભર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com