________________
એકલા પાટણની જૈન કોમને જ હેરાનગતીમાં તથા નીચી પાયરીમાં નાખે તેમ નથી એજ.
મીતી સંવત ૧૯૭૩ ના ફાગણ વદ ૧૫
મુ. છોટા ઉદેપુરથી. મુની માહારાજ હંસવિયે તા. પન્યાસ સંપત વિજ્યાદી મુનીઓના ધર્મ લાભ વાંચવા.
મુંબઈ બંદર. સુજ્ઞ શ્રાવક શ્રીયુત લહેરચંદ ચુનીલાલ તા. મણીલાલ ચુનીલાલ તા. અમીચંદ ખીમચંદ તા. હીરાલાલ લલ્લુભાઈ તા. મણીલાલ રતનચંદ ને માલુમ થાય કે આપે મેકલેલી અરજી તા. લવાદનામાનો અને તેના ચુકાદાની નકલ બીડી તે પિચી છે તે બાબત લખવાનું કે લવાદને ચુકાદો દલગીરી દાયક અને અરૂચીકર છે વાતે કોર્ટમાં રજીસ્ટર્ડ થવા દે નથી, ધર્મ સાધન વિશેષ કરવું.
ફાગણ વદ ૩
સુરત તા.૧૦-૩-૧૭, મું શ્રી સુરતથી લી. મુની લગ્ધી વિજયજી તથા કુલ મુની વર્ગના તરફથી શ્રી મુંબઈ મધ અમીચંદ ખેમચદંછ વગેરે સંધ સમુદાય જોગ ધર્મ લાભ વાંચશે તમારે પત્ર પિઓ છે હેન્ડબીલ વગેરે મળ્યાં વાંચી દીલગીરી સાથે કોટાવાળા શેઠ પુનમચંદ કરમચંદે જે ફેંસલો કરેલ છે તે પણ વાંચો જણાવવાનું એજ કે જે કેસનો ફેંસલે મહેસાણા મુકામે થઈ ગયો છતાં લવાદનામુ કોટાવાળાને ઍપવાનું કારણે કંઈ હતું નહિ છતાં પણ તેમને જે ચુકાદો કરેલ છે તે કેવળ એક તરફી અને પ્રથમથી જ ગઠવી રાખેલ ચુકાદે કર્યો છે એમ અનુમાન તેમને ચુકાદે વાચતા સહજ થાય છે કોટાવાળાએ જે ચુકાદો કર્યો છે તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઊપરોકત ચુકાદાથી આપણા દરેક તિર્થો અને દરેક ગામના દેરાસરને ભવિષ્યમાં મોટુ નુકશાન સહન કરવું પડશે. માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સંઘે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com