________________
૪૦
તેમાં કંઈ દાખલ કરી ન શકે તેના સ્પષ્ટીકરણને સારૂજ ગોળગોળ શબ્દ ન લખતાં બંનેના પિતા પોતાના દેવાલયમાં સ્વધર્મ પ્રમાણે વીધી કરવાનું સ્ફોટન કરવામાં આવ્યું છે સ્પષ્ટીકરણ જે ન કર્યું હતું તે સનાતનીઓ પિતાના અલગ મંદીરમાં હવન ન કરતાં એક બે વખત હવન કેસ ઉભા થયા છે તેમ અમારો અસલને ક્રમ છે કહીને જનદેવાલય આગળ હવન વગેરે કરત અને તે હમેશાંનું કજીયાનું મુળ રહેત એ બાબત અગમચેતી વાપરીને જ બંનેને અલગ કરી, હદમર્યાદા નક્કી કરી પિતપોતાના આલયમાં ધર્માનુસાર વીધી કરવા સુચવેલું છે. સનાતનીઓને પિતાના ધર્મ પ્રમાણેની ક્રીયા કરવાની મના કરવાને અધીકાર લવાદને હોઈ શકે જ નહિ અને વળી મહાદેવના મંદીરમાં હીંસા વગેરે પાપ કદીપણ થઈ શકતું નથી એમ તેમનાં શાસ્ત્રો કહે છે અને હીંસાને સખ્ત રીતે નીદે છે. સનાતનીઓ પિતાના મંદીરમાં ગમે તે ધર્મવીધી કરે તેમાં જેને કંઈ લેવાદેવા છે જ નહીં. મુનીમહારાજેએ આ બાબતમાં સત્યનું ઊંડાણ તપાસીને, સઘળા સંજોગો જોઇને અને કાયદાની પુરી માહીતી મેળવીને જ અભીપ્રાય આપવો જોઈએ. મુનીશ્રી હંસવીજયજી અને મુનીશ્રી લમ્બીવીજયજીએ આમ છતાં સંધને ઉશ્કેરનારા અને અજ્ઞાન લોકોનું હથીયાર બને તેવા શબ્દો શા માટે લખ્યા તે સમજાતું નથી. હું તે ધારું છું કે સઘળા સંજોગે મુનીરાજેન પણ જાણવામાં ન હોવાથી જ આમ બન્યું છે એવોર્ડ જૈનેના અત્યાગ્રહથી, અનુમતીથી અને જૈનેના ધર્મ લાભને વિચાર કરી લખાયો છે અને સંધ તેની તપાસ કરવાની ફરજ બજાવી ચુક્યો છે સનાતનીઓએ જેમ સુલેહ શાન્તીને કાજે સંતોષ પ્રદર્શિત કર્યો છે. તેમ જૈનેએ પણ સુલેહની કીંમત સમજવી જ જોઈએ, અને પવિત્ર મુનીમહારાજાએ પણ ભ્રાતૃભાવ વધે તેવો ઉપદેશ આપવો જોઈએ, કારણકે એવોર્ડના શબ્દેશબ્દમાં ન્યાય દેવતાને નીવાસ છે. અસ્તુ
-
લી.
જૈન તટસ્થ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com