________________
જૈનોએ બકરું કાઢતા ઉંટ પેસાડયું છે. એમ સમજુ લોકો કહે છે છતાં હજુ તે તરફ જૈન પ્રજાનું લક્ષ ગયું હોય તેમ અમારા જાણવામાં આવ્યું નથી.
એક તરફથી જયારે આપણું સમગ્ર જૈન કોમની સમેતશિખરના ફેસલાએ કડી સ્થિતિ કરી છે ત્યારે આપણે સમાજ શાંત નિદ્રામાં જાંખી પણ કરતો નથી. અને પિતાનું ભવિષ્ય કેટલું ભયંકર નુકશાનમાં છે તેનું ભાન પણ નથી ત્યારે બીજી તરફથી પોતાની જ કોમમાં મધ્યસ્થ બુદ્ધિથી માજીસ્ટ્રેટનું કામ કરવાને એક જૈન બચ્ચે બહાર આવે તે જાણે અમાહ્ય ઉત્પાત થતો હોય તેમ ચારૂપના ફેસલા સામે કેટલીક વ્યકિતઓએ હાડા મચાવી મૂકી છે. અને “નબળો માટી બૈરી ઉપર શૂર રહે તેમ છે માંહે સાથિયા પૂરવા લાગેલ જણાવે છે
અમોને આ અઠવાડીયામાં ચારૂપના ફેસલાને રજીસ્ટર થતું અટકાવવાને આગ્રહ કરનારા પત્રો મળ્યાં છે તેમાં મુખ્ય એક વ્યકિત અને બે મુનિઓના પત્રો છે. લખનારના નામ સાથે કોમને કામ નથી તેમ ફેસલો કરનારના નામ કે શ્રીમંતાઈથી કોમને વિચાર કરવાનું નથી. પરંતુ ઇન્સાફને ખાતર આવા ચર્ચાપત્રીઓના મુદ્દા ઉપર વિચાર કરવો જરૂરી છે, તેઓ પૂછે છે કે ફેસલો કરનાર અથવા તેને માટે અભિપ્રાય આપનાર શું શાસ્ત્રજ્ઞ છે? અમને આશ્ચર્ય એ થાય છે કે બે પક્ષની તકરારનો ફેસલો કરવા માં કે તેના સંબંધમાં કાયદાની દષ્ટિએ વિચાર કરવામાં જે શાસ્ત્રોની જરૂર હતું તે કોર્ટના આસને સઘળા ધર્મશાસ્ત્રીઓને રોકવા જોઇતા હતા. અને કાયદાઓ બધા ધર્મગ્રંથોમાં જ સમાવી દેવા જોઈતા હતા લવાદ એ શું છે તે સમજવાની જ્યાં બુદ્ધિ નથી, ત્યાં પછી આવી બાબતમાં વધારે શું કહેવું. ચર્ચા કરનારે પ્રથમ તો સમજવું જોઈએ કે લવાદ એ વાદી અને પ્રતિવાદી પક્ષની એકમતે સ્થાપીત થએલ વરિષ્ટ કેટે છે. અને તેને ફેસલો તે છેવટનો સહીસીકે છે. જે આ બાબતમાં ચર્ચાપત્રીને સ્વતંત્ર ઐછિક નિર્ણય જેતે હતું તે આવું લવાદ નીમાવા પહેલાં અને તે માટે સવાંનુમતે સત્તાવાળી સંમતિ અપાવા અગાઉ તે માટે ચર્ચા ઉપસ્થિત કરવી જોઈતી હતી
આપણામાં કેટલા મનાતા આગેવાન પછી તે ત્યાગી છે કે રાગી હે, પણ તેઓને તકરાર ચાલુ જોવાને એવાં તે વ્યસન પડી ગયાં હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com