________________
P
જેગ ધર્મલાભ વાંચશો. તમારે પત્ર પહોંચે છે. હેન્ડબીલ વગેરે મળ્યાં, વાંચ્યાં દીલગીરી સાથે કેટાવાળા શેઠ પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબત ફેસલે કરેલ છે તે પણ વાંચો. જણાવવાનું એજ કે જે કેસને ફેસલે મહેસાણા મુકામે થઈ ગયે છતાં લવાદનામું કોટાવાળાને સોંપવાનું કારણ કાંઈ હતું નહી. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એકતરફી અને પ્રથમથી જ ગોઠવી રાખેલ ચુકાદે કરેલ છે તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપરોક્ત ચુકાદાથી આપણું દરેક તીર્થો અને દરેક ગામના દેરાસરને ભવિષ્યમાં મોટું નુકશાન સહન કરવું પડશે માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સાથે આગળ કંઈ
પગલાં સવેળા લેવાં એમ મને જણાય છે. આ ચુકાદે વાંચી સર્વે કોઈ ધરમીષટ મનુષનાં મન દુઃખાય છે. ખરેખર કોટાવાળાએ જે ચુકાદે કર્યો છે તે તદન અવીચારીત અને એકતરફી છે. આમાં જરાપણ શંકા થાય તેમ નથી જ. આથી ધર્મ અને ધર્મીઓને અત્યંત નુકશાન થાય તેમ છે. સંવત ૧૮૭૩ ના ફાગણ વદ ૨ ને શનીવાર.
દા. લબપીવીજયના ધર્મ લાભ વાંચજે. આ પત્ર પાટણના સંધ સમુદાયને વંચાવજે.
લીડ પાટણને એક જૈન.
પરિશિષ્ટ ૧૦ જૈન તા. ૧૮-૩-૧૭..
જૈન જઘડાઓના અંતના બે પ્રસંગે વચ્ચે મુકાબલે.
જેમાં જૈનપ્રજા સંડોવાએલી હતી તેવા બે મુખ્ય જઘડાને હાલમાં અંત આવ્યો છે તે સમેતશીખર કેસ અને ચારૂપ કેસના તિર્થ સંબંધના હતા. આ બંને કેસના ફેસલાઓ અમો પ્રગટ કરી ગયા છીએ છતાં તે તરફ પુનઃ ધ્યાન ખેંચવાની જરૂર એટલા માટે પડે છે કે સમેતશીખરને કોર્ટથી થયો છે જ્યારે ચારૂપ કેસને ફેસલો લવાદથી અને તે પણ એક જૈન ગૃહસ્થની બાંહેધરી નીચે સુપ્રત થએલ સત્તાથી થવા પામેલ છે. આ પ્રમાણે બંને વાંધાઓના નિરાકરણ તથા સત્તાસ્થાનો ભિન્ન ભિન્ન હોયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com