________________
૧૮
પુજા માટે જેમ અન્ય સ્થળોમાં ભાવસાર માળી આદિ જૈનશાસનને માનનાર વ્યક્તિને ગોઠીનું કામ સોંપાય છે તેમ અહી બ્રાહ્મણ દ્વારા એટલે કે સનાતન ધમવાલા જૈન મંદિરમાં પુજારીનું કામ કરે છે આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવાથી ઉકત સનાતન ધર્મ પુજારીએ સ્વધર્મની મૂર્તિઓ જૈન પ્રતિમાજી પાસે સ્થાપીત કરી હેય એ સંભવિત છે. એ પછી પણ એની એજ પ્રથા ચાલુ રહેલી હેવાથી જૈન પ્રતિમાજી સાથે જ તેમને સ્થાન મળેલું ગણાય એવું અનુમાન કરી શકાય છે. હવે ભિન્ન ભિન્ન ધવલ બીઓના દેવની પુજા અને વિધિ એક જ સ્થાને એકને જે વિધિ માન્ય તે બીજાને અમાન્ય છે એવી જયાં સ્થિતિ ત્યાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય એ બનવા જોગ છે અને તેનું જ પરિણામ આ ચારૂપ કેસ છે. આ કેસને નિર્ણય અને લવાદ નીમીતે કરવાનું જે પગલું ઉભય પક્ષે ભરી ડાહપણ વાપર્યું છે તે ચાલુ પરિસ્થિતીયે યોગ્ય જ લેખી શકાય. આવા ધાર્મીક કેસો કોર્ટની દેવડીએ ચડાવી પૈસાની જે હાની થવા પામે છે તેના કરતાં આવી લવાદીથી નીકાલ લાવ તેજ લાભપ્રદ ગણી શકાય છે.
લવાદ તરીકે આપણે જાણીતા અને લોકપ્રીય એક જૈન ગૃહસ્થ છે ' અને જૈન પ્રજા શાંતિને ઇચ્છનારી હોઈ સુલેહ સંપથી રહેવાય એ ઉદ્દે– શથી સનાતનધર્મવાળાઓને રાજી રાખવા અને સુલેહ જાળવવાની ખાતર તેમના દેવની મૂર્તિ તે સ્થાનમાંથી અન્ય સ્થાનમાં સ્થાપવા જે રૂ-૨૦૦૧ તથા શ્રી દેરાસર બાહારની ધર્મશાળા કે જે જૈન સંઘે બાંધેલી છે. જેની ફરતો કોટ છે તેના ઉત્તર ભાગના પૂર્વ દિશાના ખુણ તરફની બે કોટડીઓ તથા જમીન તથા ઇમલા સાથે આપવાનું ઠરાવ્યું છે. એક જ સ્થાનમાં મંદિરનાજ એક ભાગમાં જૈન ધર્મથી ભિન્ન વિધિથી ક્રિયાથી પુજનાદિક કાર્ય થતાં એજ ઈચ્છવા ગ્ય નહતું. તેમજ શ્રી દેરાસરમાં પૂજન દર્શન માટે આવેલા મુનિમહારાજે શ્રાવકોની હૃદયધ્યાનની મહા ક્રિયામાં આ પગલાથી અડચણ આવવા સંભવ હતા. અહીં હૃદયધ્યાન થાય એજ સમયે દેરાસરના અંગભૂત વિભાગમાં ઘટે આદિના સ્વરને લીધે ધ્યાનભંગ થત આથી એક પ્રકારે પ્રભુની આશાતના થએલી માની શકાય. વળી હેમ હવનાદિ ક્રિયાઓ પણ તેમની ધજ્ઞાનુસાર જિન મંદિરના વિભાગમાં કરવા લાગ્યા એ પણ આપણી ધાર્મિક માન્યતાથી વિરૂદ્ધ હતું એમ માનવામાં કેટલાંક કારણને લઈ આપણું સમજુ અને દાનેશમંદ તરીકે ઓળખાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com