________________
લવાદેતત્ સંબંધી રોગ્ય વિચાર કરી શ્રી સંઘને અત્યારે આ કેસને લીધે રૂ. ૨૦૦૧ તથા જમીન ઈમેલ વગેરે જે આપવાનું ઠરાવ્યું છે તે યોગ્ય છે, જો કે એથી પણ વિશેષ દ્રવ્ય આપી શ્રી જિનમંદિરથી કેવળ અલગ સ્થાને જ સનાતન ધર્મના દેવનું મંદિર સ્થાપવાનું ઠરાવ્યું હોત તે વિશેષ ગ ગણી શકાત આ ભાવિભય હોવા છતાં પણ સાંપ્રતની પરિસ્થિતિ ને વિચાર કરતાં શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે નિર્ણય કર્યો છે તેને માન આપી સંતોષ માની લે તે કઈ રીતે પણ અગ્ય નહીં જ લેખી શકાય. અમે ઇચ્છીશું કે હવે આ લવાદને નિર્ણય છેવટને જ ગણવામાં આવે તે ઉભય પક્ષને લાભદાયક નીવડવા સંભવ છે.
પરિશિષ્ટ ૮ હિંદુસ્થાન. તા.૧૫-૩-૧૭. જિન ધર્મ ગુરૂ શું ક વધારવા માંગે છે
જથ્થો પાટણથી થોડેક દુર ચારૂપ નામના નાના ગામડામાં જૈન મંદીરમાં હિંદુ દેવોની મુર્તી છે, તેને લીધે પાટણના જૈન અને સનાતનીઓ વચ્ચે લાંબા વખતથી ઝઘડો ચાલ હતો. આ બાબદમાં થોડા વખત ઉપર બંને પક્ષે પાટણના જાણીતા જૈન શેડીયા શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ નીમ્યા હતા. આ શેઠીયાએ બંને પક્ષની તકરાર સાંભળી લઈ થોડા વખત ઊપર ચુકાદો આપ્યો હતો. હંમેશા કોર્ટ દરબારે લડવા જઈએ તો એક પક્ષ હારે કે જીતે. આ મુકદમામાં લવાદનામું જેને આપવામાં આવ્યું હતું તે એક જૈન શેઠીયા હતા, અને તેમની પક્ષને હરાવવાનો તેમને ઈરાદો હોય એ સંભવેજ નહિ. તેમણે સમાન દ્રષ્ટિથી ચુકાદે આપવો જોઈએ. ફરીયાદ કરવાને કારણે ઉત્પન્ન થાય છે તે જૈનેને નહિ પણ સનાતનીઓને હતું, પણ જોઈને અજાયબી ઉપજે છે કે જૈન શેઠીયાએ લવાદનામામાં આપેલા ચુકાદા સામે થવાને જૈન ધર્મગુરૂઓ બહાર આવ્યા છે તેઓ જેને કમને લવાદે આપેલો ચુકાદે સ્વીકારવા ના પાડે છે અને જૈનોને કોર્ટ દરબારે લડવાને સલાહ આપે છે. છેલ્લા દસ વર્ષથી જૈન કોમમાં જે ઝઘડા ચાલ્યા છે તેમાં અંદરખાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com