________________
જૈન ધર્મગુરૂઓને હાથ જોવામાં આવ્યું છે. જેને પિતાના ધર્મગુરૂઓ ઉપર આસ્થા રાખે છે અને તેઓની સલાહ નહિ માને એમ અમારે કહેવાનું નથી, પણ જૈન ધર્મગુરૂઓએ તો કોર્ટ દરબારમાં જૈનને લડવાને ઉશ્કેરવા માંડયા છે તે જોઈ અમોને દલગીરી ઉપજે છે. કદાચ શેઠ પુનમચંદે આપેલો ચુકાદો જૈનાને અરૂચીકર હોય તે લવાદનામું સેંપવામાં આવ્યું તે પહેલાં વિચાર થવાની જરૂર હતી. જેને કેમ લવાદનામું સોપે અને પછી તે ઉપર પાણી ફેરવવા બહાર પડે તો બીજી કોમો તેમની સાથેના ઝઘડાઓ લવા દનામાથી કેમ પતાવે. આ લવાદનામાની સામે થઈ જૈન કોમ કોર્ટમાં જીતશે તેની શી ખાત્રી! જે લવાદનામા કરતાં પણ ખરાબ ચુકાદો આવ્યો તે બંને પક્ષને હજારો રૂપીયાના ખાડામાં ઉતરવાનો દેષ કોને માથે! શેઠ પુનમચંબો ચુકાદો અમે સ ભાળથી વાંચ્યો છે, તેમણે પાટણની બને કેમ સુલેહથી કેમ રહે તે દ્રષ્ટિએ કામ લીધું છે. સનાતનીઓ અમારા મિત્ર નથી તેમ જૈને અમારા દુશ્મન નથી.આ જમાનામાં જયારે હિંદુસ્થાનને આગળ વધવાનું છે તેવા વખતમાં જેને અને સનાતનીઓ વચ્ચે સંપ થવાની જરૂર છે. આપણા ઝઘડા કોર્ટ દરબારથી પતવા કરતાં લવાદનામાથી પતાવવા જોઈએ. જેનોને કાંઈ ઓછું પડ્યું હોય તો તેઓએ સનાતનીઓ પણ તેઓના બંધુ છે એમ સમજીને કામ લેવાની જરૂર છે. અમે લવાદનામાના ગુણદોષમાં ઉતરવા માંગતા નથી, પણ જૈન કોમે એક વખત લવાદનામું આપ્યું અને તે લવાદનામાના ચુકાદા સામે જૈન કોમને ઉશ્કેરવામાં આવે તે જૈન ધર્મગુરૂઓને શોભતું નથી. આગલા જૈન ધર્મગુરૂઓ જયાં જતા ત્યાં શાંતી ફેલાવતા, જૈન કોમના ઝઘડામાં નહિ પડતા, પિતાની પ્રતિષ્ઠા સાચવવા તેમનાથી દુર રહેતા. દીગમ્બરીઓ અને વેતામ્બરીઓ વચ્ચે ચાલતા ઝઘડા, આપણા ઇલાકામાં લાલન શિવજીને ચાલતે ઝઘડો જૈન ધર્મગુરૂઓ વચ્ચે પડી પતાવી શકતે. આજે જૈન કેમમાં એક પણ બળવાન પત્ર નથી. ખાસ કરીને આ ચુકાદો રદ કરવાને સુરતના સાધુઓએ પત્ર લખ્યો છે, તેમાં , નીચલાં વાળે છેઃ “શેઠ પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબદ ફેસલો કરેલ છે તે વાંચ્યું છે. જણાવવાનું એજ કે જે કેસનો ફેસલે મહેસાણું મુકામે થઈ ગયો છતાં લવાદનામું કટાવાળાને સોંપવાનું કાંઈ કારણ હતું નહિ. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એકતરફી અને ને પ્રથમથી ગોઠવી રાખેલ ચુકાદો કર્યો છે. તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપકત ચુકાદાથી આપણા દરેક તીર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com