________________
હોવાથી તેની સેવાના કાર્ય માટે બ્રાહ્મણ પૂજારી રેકાએલ યર્ન, દરમિયાન ત્યાં શંકર આદિની મૂર્તિ દેરાસરમાં મુકાઓલ હતી આ હકીક્ત તરફ જેન પ્રજનું ત્રણ વર્ષ પર લક્ષ ખેંચાતાં તેને ફેરવવા ગોઠવણ થવાથી જેન અને સનાતનધર્મીઓ વચે વૈમનસ્ય ઉત્નન્ન થવા પામ્યું હતું. અને એ વાત ચરસ ઉપર જતાં મારામારી અને પાછળ પૈસાની બરબાદી શરૂ થઈ હતી. આ કેસ માટે જુદી જુદી કોર્ટોમાં એક બીજાના લાભમાં ફેંસલા થવા પછી અપીલો આગળ વધતી ચાલવાથી તેનું પરિણામ લાવવામાં બંને પક્ષને ખર્ચ અને ઝેર વેરની વૃદ્ધિ થતી રહેવાના દરેક સંભવ હતા, પરંતુ સુભાગે આ ધર્મના નામે વધતાં ઝેર વેર દુર કરવાના વિચાર પર બને પક્ષે જઈ લવાદથી તેનું છેવટ લાવવાનું ઠરાવ્યું અને તે માટે પાટણને સનાતનપક્ષ તેમજ પાટણ અને મુંબઈમાં વસ્તા પાટણના સંઘે શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ તરીકે નીમ્યા હતા.
આ તકરારી કેસનો છેવટનો ફેંસલે શેઠ પુનમચંદ તરફથી અપાઈ ગ છે જે અમારા વાચકોની જાણ માટે ગયા અંકમાં પ્રકટ કર્યો હતો, તેથી જોઈ શકાશે કે જૈન અને સનાતનધર્મીઓ વચ્ચેના રણે ચઢેલા ઝઘડાને આ રીતે લવાદથી અંત લાવવાનો વિચાર થાય અને તે માટે બંને પક્ષે એકમતે એક જૈન શ્રીમાનને લવાદ તરીકે સ્વીકારે તે જૈન સમાજ માટે માન લેવા યોગ્ય પ્રસંગ છે,
વધારે ખુશી થવા જેવું એ છે કે લવાદ તરીકે જે ફેસલે શેઠ કોટાવાળાએ આપેલ છે. તે ઉપરથી સ્પષ્ટ જેવાઈ શકે છે કે તેમાં તેમણે જેમ પિતાની જવાબદારીને વિચાર કરી નિર્ણય કર્યો છે, તેમજ જૈન પ્રજાની ઉદારતા સુસ્પષ્ટ કરવાનું તેમણે શિવ મતિને ત્યાં અલાહેદો કંપાઉન્ડ વાળી આપી પ્રતિષ્ઠિત કરાવી આપવાને રૂા. ૨૦૦૧) ની રકમ ઉચક એવા આશયથી આપવા ઠરાવ્યું છે કે “જૈન જેવી દયાળ કોમે તે સગવડ કરી આપવી. તે તેમને શોભા ભરેલું છે એમ જણાવી આ વિચારોથી જેમ જૈન કોમની દયાળુ ઉદારતાનું સૂચન કરેલ છે તેમ સનાતનધર્મીના સભાધાનની શાંતિ અર્થે બહુ વિચારપૂર્વક જમા થઈ હોય તેમ માનવું ખોટું નથી. વળી તેવા ઉદાર નિર્ણય માટે ઝવેરી ચુનીલાલ મગનચંદ તથા શા. મંગળચંદ લલચંદ વિગેરે આગેવાનોની લેખીત સંમતિ પણ નિર્ણયના તેલનાશ્રમ માટે વધારે વજનદાર લેખાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com