________________
સંઘે સનાતન ધર્મવાળાને આપવી. તે પ્રમાણે ઉપર લખેલી તમામ મીલકત જૈન સંઘે સનાતન ધર્મવાળાને આપવી; અને તે મીલકત ઉપરથી પિતાનો હાથ ઉઠાવી લેવો; અને કઈ પ્રકારે હક્ક દાદા કોઈ પણ વખતે કરવો નહીં.
ઉપર લખેલી સનાતન ધર્મવાળાને આપેલી જગામાં તેઓ પોતાનું દેવાલય બંધાવી તેમાં સદરહુ દેવની મુર્તિ પધરાવી પ્રતિષ્ઠિત કરે. મંદીરનું મુખ્ય દ્વાર પિતાની હદમાં પુર્વ યા ઉત્તર તરફ મુકે અને પિતાની જગામાં શાસ્ત્ર મુજબ શંખ, ભેર, નેબત વિગેરે વાગે વાગે તેમજ હવન હોમાદિક ક્રિયા થાય તેથી જૈન મંદીરના પ્રભુજીની આશાતના થવા ભય નથી. આવી રીતે અલગ થવાથી બંને દેવાલિયનું અને બંને પક્ષના લોકોનું માન પ્રતિષ્ઠા અને ઉભયની લાગણ જળવાશે.
વિશેષમાં વળી હું એમ જણાવું છું કે સદરહુ દેવા માટે દેવાલય બાંધવાનું છે તથા પ્રતિષ્ઠા વિગેરે કરવાની છે તથા દેવોને પુજન અર્ચનાદિ સવડ માટે જૈન સંઘ જેવી દયાળુ કોમે તે સવડ કરી આપવી તે તેમને શોભા ભરેલું છે, માટે જૈન સંઘે તેના આગેવાનોએ રૂા. ર૦૦૧) અંકે બે હજાર એક સનાતન ધર્મના આગેવાનોને સદરહુ દેવો લે એટલે આપવા.
ઉપર પ્રમાણે ઠરાવ વસ્તુથીતિને અનુસરીને કરવામાં આવ્યો છે. હવે એ વાત સ્પષ્ટ થાય છે કે ફોજદારી કામો જે અરસપરસ ચાલે છે, તે બંને પક્ષ તરફથી બંધ કરવાં. બંને પક્ષના આગેવાનોએ ખુલ્લે મને કબુલ કર્યું છે એટલે તે કેસે હવે આ ઠરાવથી બંધ પડશે અને ભવિષ્યમાં કોઈ પણ દીવાની દાવો કે ફોજદારી ફરીયાદ કોઈ પક્ષે કરવાની નથી, એટલું જ નહિ પણ કોઈ પણ નીમીત્ત કરી ધર્મના બહાનાથી કયા કોઈ પણ કેમ ઉપસ્થીત નહીં કરે એમ હું આશા રાખું છું. - સનાતન ધર્મવાળાઓએ તેમના મને આપેલા પંચાતનામામાં કરાવન અમલ મારે કરાવી આપો એમ સુચન કર્યું છે, તેથી હું એમ પણ ઠરાવું છું કે બંને પક્ષે આ ઠરાવને કાયદેસર કોરિટના હુકમનામામાં ફેરવી નંખાવવા તજવીજ કરશે અને તે માટે જૈન સંઘ તરફથી કબુલાત જવાબ આપવા તૈયાર છે, એમ મને જૈન સંઘના આગેવાનોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com