________________
કામની ફરી અગાડી ચોકસી કરવા હુકમ થયો છે, જે કામ હાલ મહેસાણા ફોર ન્યા. વર્ગ ૧ માં ચાલુ છે.
- ઉપર મુજબ બંને કોમો વિરૂદ્ધ અરસપરસ ફરીઆદો થઈ પૈસાને નિરર્થક વ્યય થયા કરે છે, એટલું જ નહીં પણ પાટણ શહેરની વસ્તીમાં તથા ચારૂપમાં મહાભારત કુસંપ અને કલેશ ચાલુ છે. સદરહુ કલેશ અને કુસંપનું હમેશાં સારૂ નિવારણ થાય અને તમામ લોકે હળીમળીને રહે એવા હેતુથી પાટણના તથા ચારૂપ ગામના સનાતન ધર્મવાળાના આગેવાને તેમજ પાટણ જૈન સંઘના આગેવાનો તથા શામળાજીના વહીવટ કરનાર આગેવાન વિગેરેએ મારા ઉપર વિશ્વાસ રાખી મને લેખી પંચાતનામાથી નિરાકરણ કરવા પંચ નીમી ઠરાવ કરવા અધીકાર આપ્યો છે, તેથી બંને પક્ષની તકરારે રૂબરૂમાં સાંભળી લીધી છે, તેમજ હકીકતથી માહીત થઈ બંને પક્ષના આગેવાનોથી વાતચીતને ખુલાસો મેળવી મારા અંતરઆત્માએ જે પ્રેરણા અને કામની હકીકત ઉપરથી કરી છે તે ઉપરથી નીચે પ્રમાણે નિર્ણય કરૂં છું.
સનાતન ધર્મવાળા તેમજ જૈન ધર્મના અનુયાયીઓ લાંબા વખતથી હળીમળીને રહેતા આવેલા છે, અરસપરસ તેમના આચાર વિચારમાં કેટલીક બાબતમાં મીશ્રણ થઈ ગયું છે. અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતોની રૂઢીઓ જૈન ધર્મના લોકોમાં દાખલ થવા પામી છે. જેવી કે લગ્નાદિક ક્રિયા બ્રાહ્મણો કરાવે છે વિગેરે; કેટલાક જૈને શ્રી અંબીકા વિગેરે દેવોને પૂર્ણ આસ્તાથી માને છે ને બાધા આખડીઓ રાખે છે. સનાતન ધર્મવાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે, અને તે સાથે કેટલીક વર્ણના લોક જન દેવોને માને છે. એટલું જ નહિ પરંતુ પર્યું. પણુદિ પર્વમાં ઉપવાસ પણ કરે છે. જૈન એ ધર્મ છે કંઈ જાતી નથી હરકોઈ જનને હરકોઈ ધર્મ માનવાને છુટ છે. આવી રીતે અરસપરસ કેટલુંક મીશ્રણ થયું છે. ખરી રીતે જોતાં સનાતન ધર્મને શાસ્ત્ર મુજબ જૈન મંદીરમાં તેમની માનતાના બીરાજતા દેવમાં જે તે દેવનું પ્રતિમામાં આહાન થાય નહીં શ્રી પાર્શ્વનાથના સ્પર્શીત જળથી તે દેવ પવિત્ર રહેતા નથી, એવી તેમની માન્યતા છે. જૈન ધર્મ મુજબ કાંઈ પણ જીવ ઉત્પન્ન કરનાર વસ્તુ દેવને સ્પર્શત ક્યાંથી તેમજ જન વિધિ ક્રિયા વિરૂદ્ધ દેવનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com