________________
૧૪]
શ્રી સિધ્ધપદ
સુધી તે મારાથી વાત પણ મૂકી શકાશે નહીં તેથી ગમે તેમ કરીને પણ તેને પહેલાં ધર્મથી ભ્રષ્ટ કરવી.
અંદરનો પાપી અને બહારથી સાફી ભાઈ ધીમે ધીમે બેનને ઢાંગ કરી કરીને દિલાસે આપવા માંડે એ દેખાવ કરવા માંડયો કે જાણે બેનના દુ:ખે તે મરી રહ્યો છે ! ભેળી બેન પણ તેનાથી શાંતિ પામી તેના પર તેનું મમત્વ વધ્યું. પેલાએ જોયું કે હવે કંઈ વાત જામે એવી છે તેથી પૂછવા માંડે.
બહેન! પરલેક શું છે?” “ધર્મ શું છે?”
ધર્મ શા માટે કરવાને?”
ભેળીબેન બિચારી ઝાઝું ભણેલી નહીં! એટલે આંટી ઘૂંટીના પ્રશ્નો સમજે નહીં જેવા તેવા જવાબ આપે અને દિલને ચાર ભાઈ ધીમે ધીમે વાત ઠસાવે કે આ બધું કંઈ છે જ નહીં.
આખરે એક દિવસ ભાઈએ કહ્યું (ભાઈએ નહીં પણ અંદર ઉછળી રહેલી મેહની ભવાઈએ) કે આત્મા જેવી કઈ વસ્તુ છે જ નહીં. આ તો બધાં ગપે ગપ્પાં જ ચાલે છે.
જે આત્મા હોય તે આપણને કેમ દેખાય નહીં?
ભલે દુનિયામાં ગમે તેટલા જ્ઞાની ને વિદ્વાન થઈ ગયા ધર્મશાસ્ત્રમાં ય ભલે આવે પણ કેઈએ કેાઈને આજ સુધી આત્મા બતાવ્યું છે ખરો? - જે દેખાય નહી એને માનવાનું એ ગપ્પા જ છે ને ? આ વા આવા અનેક પ્રશ્નને કરવા માંડે.