________________
૧૦
આત્મ-ઉત્થાનનેા પાયા
મનુષ્યના યત્ન, શ્રદ્ધા અને ટેક એ એક જ વસ્તુ છે.
ઈશ્વર કૃપા, ભક્તિ અને નેક—એ પણ એક જ વસ્તુ છે. પ્રયત્ન ફળદાયી છે—એવી ખાત્રી-એ ટેક છે, શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે એવી ખાત્રી એ નેક છે, ભક્તિ છે. કૃપા, એ ભગવાનના સામર્થ્યના સૂચક શબ્દ છે; યત્ન, એ ભક્તની એકનિષ્ઠા સૂચક શબ્દ છે. ભક્તિના પ્રમાણમાં જ શ્રદ્ધા સ્ફુરે છે અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે. ક્રિયાનું મૂળ શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂળ ભક્તિ, ભક્તિનું મૂળ ભગવાનના અચિન્ય સામર્થ્યનું જ્ઞાન અને એનુ' મૂળ આત્મદૃશ્ય છે. આત્મદ્રવ્યની કિંમત છે, માટે તેને એળખાવનાર પરમાત્મતત્ત્વ પ્રત્યે ભક્તિ જાગે છે. એ શક્તિ ક્રિયા તરફ આદર જગાડે છે અને એ આદર પ્રયત્નમાં પરિણમે છે.
પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે, એવા નિ ય સમ્યગ્દષ્ટિ જીવને દૃઢ હાય છે.
આત્મામાં અવસ્થાન
આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળમાં સ્થિત થાય છે, કે જે સ્થળે સૂર્ય – ચ'દ્ર કે અગ્નિના પ્રાશની આવશ્યક્તા જ રહેતી નથી.
આત્મામાં અવસ્થાન એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણલાકના વૈભવ તુચ્છ છે, આ સ્થળને કરાડામાંથી કાઈક જ શેાધે છે અને પ્રયત્ન કરનાર કરાડામાંથી કોઇક જ તેને પ્રાપ્ત કરી શકે છે. તે ગુપ્ત અને કઠણ છે માટે નહિ, પણ તેને માટે પ્રયત્ન કરનાર અને એમાં વિશ્વાસ ધરાવનાર વિરલ છે, માટે કાઈકને જ એ પ્રાપ્ત થાય છે. સર્વ સામર્થ્ય આપનાર તે સ્થળ છે. બૃહસ્પતિ જેવા ઉપદેશકેાથી પણ કેટલીક વખત તે અગમ્ય હોય છે.
તે રત્નની પેટી છે, કંચન-રત્નના એ કરડિયા છે.
તે પાતાના અમૂલ્ય રત્ના આજે જ તમને આપવા તૈયાર છે. તમારા ઉઘાડવાની જ તે રાહ જુવે છે,
જે થવા ઈચ્છતા હૈ, જે પામવા ઈચ્છતા હા, જે કરવા ઈચ્છતા હા, તે સર્વ કરવાનું સામર્થ્ય પૂર્ણ પણે તમારી સમીપે છે. તમારા પેાતાના સ્વરુપમાં, તમારા પોતાના આત્મામાં તમે પોતે છે. તમારી અશ્રદ્ધાને, તમારા અવિશ્વાસને, તમારા સ‘શવિપર્યાસને તમારે જ જીતવાના છે.
સ`શય એ બુદ્ધિના સ્વચ્છંદ છે. અસયમ એ ઇન્દ્રિયા અને મનના સ્વચ્છંદ છે,
બ્રહ્મત્ત્વના અનુભવ કરવાની તમન્નાવાળા સાધકે, સવ` અવસ્થામાં પેાતાના જીવભાવનું સ્મરણ ન કરતાં, પેાતાના બ્રહ્મભાવનું' સ્મરણ કરવું જોઇએ.