________________
આજ્ઞાપાલનથી મેક્ષ
જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને એમાંથી એક પણ દેષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાનીપૂર્વક ઉપદેશ આપે ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારે થાય. અશુદ્ધિને નાશ કરી, શુદ્ધિને પામી શકે
અહીં જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન લેવાનું છે અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાઓનું નિવારણ કરનારી ક્રિયાઓ સમજવાની છે.
મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનું થાય, તે પણ કાંઈ જ કિંમત નથી.
અને સાક્ષાત્ કે પરંપરાએ અહિંસાદિ ભાવોને ઉત્તેજન આપનારી ક્રિયાઓ સિવાયની ક્રિયાઓ (ધર્મ, પરલેક કે પરોપકારાદિ કઈ પણ નામે ) ચાહે તેટલી સંખ્યામાં થાય, તે પણ તેનું કશું જ મૂલ્ય નથી.
દેશ, સમાજ કે ધર્મની ઉન્નતિના નામે આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન કે કેળવણીને વિકાસ એ જેમ મોક્ષમાર્ગ નથી, તેમ જ્ઞાન વૈરાગ્ય કે અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભભાને ઉત્તેજન આપનારી ક્રિયાઓને નિષેધ એ પણ મહામાર્ગ નથી. - આત્માર્થી છએ તે બંનેનું યથાર્થ સ્વરૂપ સમજીને, તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્ય આરાધક જીવન ગાળવા નિરંતર પ્રયાસ કરવા જોઈએ.
આજ્ઞાપાલનથી મોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ, ધ્યાન અને ભક્તિની અપેક્ષા રાખે છે. આજ્ઞાપાલન વિના મોક્ષ નથી એમ શ્રદ્ધા કહે છે. આજ્ઞાકારકના ધ્યાન વિના આજ્ઞાપાલન નથી એમ ભક્તિ કહે છે. આજ્ઞાપાલકને અનુરાગ અને આજ્ઞાકારકનો અનુગ્રહ-એ બે મળીને મેક્ષમાર્ગ બને છે.
આત્માનું શુદ્ધસ્વરુપ તે મોક્ષ છે. તેની પ્રાપ્તિ ભક્તિ અને શ્રદ્ધા ઉભયની સમકાળે અપેક્ષા રાખે છે.
શ્રદ્ધા સાધનનિષ્ટ છે અને ભક્તિ સાદયનિષ્ઠ છે.
ભક્તિમાં આરાધ્યની મુખ્યતા છે. સાધ્યની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક છે. સાધનની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવર્ધક છે. * શ્રદ્ધા સાધનમાં જોઈએ. ભક્તિ સાધ્યમાં જોઈએ. સાધ્ય પ્રત્યેની ભક્તિ જ સાધનમાં શ્રદ્ધા પેદા કરે છે. સાધન પ્રત્યેની શ્રદ્ધા જ સાધ્યની સિદ્ધિ કરી આપે છે.