________________
જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ આત્માની બે અવસ્થા
આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે અને અશુદ્ધ અવસ્થા એ સંસાર છે. અશુદ્ધ અવસ્થા કે શુદ્ધ અવસ્થા, એ કઈ વસ્તુની હોય છે. જીવ એ વસ્તુ છે. તેની બે અવસ્થા છે. એક શુદ્ધ અવસ્થા અને બીજી અશુદ્ધ.
અશુદ્ધ અવસ્થામાં રહેલ જીવ, શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, એને ઉપાય બતાવવા માટે શાસ્ત્રકાર ભગવંતએ જ્ઞાનદિયાભ્યાં મોક્ષ, એ સૂત્રની રચના કરી છે.
જીવને મિક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી, પરંતુ એ બેન સંગથી જ છે, એ વાતને આ સૂત્ર સ્પષ્ટપણે દર્શાવે છે.
બીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી અને જ્ઞાનનિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી.
સાચું જ્ઞાન ક્રિયા સહિત જ હોય છે. સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે. એ રીતે ક્રિયા અને જ્ઞાન, જળ અને રસની જેમ પરસ્પર મળેલાં જ હોય છે.
જળ અને તેને રસ એ જેમ છૂટાં પાડી શકાતાં નથી, તેમ સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયા પણ એકબીજાથી જુદાં પાડી શકાતાં નથી.
સંપત્તિહીન દરિદ્ર માણસ જો ચિતામણિ રતનના સ્વરૂપને જાણનારો હોય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છોડીને બીજી પ્રવૃત્તિ કરી શકે જ નહિ અને જે કરે તે તે ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણનારે છે–એમ કહેવાય જ નહિ
તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતે હેય, તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ.
એ ઉપાયનું નામ જ ક્રિયા છે. * તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાનાં સ્વરુપનું સાચું ભાન તેનું નામ જ જ્ઞાન છે.