________________
પટ્ટાવલિ
પ્રભવકુમારની વર્તણૂક અનિષ્ટ અને પ્રજાને દુઃખપ્રદ હતી. ખરાબ મિત્રોની સોબતમાં રહી તે વસતિમાં વારંવાર ત્રાસ વર્તાવતો. આથી પ્રજાજનોએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. જયસેન રાજા પોતાના પાટવી કુંવરની આવી વર્તણૂકથી ખેદ પામ્યો અને ગુસ્સે થઈને તેને દેશનિકાલ કર્યો તથા નાના પુત્ર વિનયધરને રાજગાદી સોંપી.
૪૪
પ્રભવકુમાર ક્રોધે ભરાઈ વનમાં ચાલ્યો ગયો; તેવામાં તેને ત્યાં ભીલપલ્લીનો અધિપતિ ભીમસેન મળ્યો. બન્નેને પરસ્પર વાર્તાલાપ થતાં મિત્રાચારી થઈ, કારણ કે સમાનશીત વ્યસનેષુ સમ્ । ભીમસેન તેને પોતાની પલ્લીમાં લઈ ગયો. ત્યાં અનેક ચોરોના સહવાસમાં રાખી ચૌર્યકળા વગેરેમાં તેને પ્રવીણ બનાવ્યો. તે પણ મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. સમય જતાં પલ્લીપતિ ભીમસેનનું મૃત્યુ થતાં પ્રભવને ચોરોએ પોતાનો અધિપતિ બનાવ્યો.
લાખો પાપી તીર ગયે, સતસંગ કે પરતાપ સે । ક્ષણ મેં બેડા પાર હૈ, સતસંગ કે પરતાપ સે ॥
એકદા તે પ્રભવ ચોર પોતાના ૫૦૦ સાથીઓ સાથે જંબુકુમારને ત્યાં લગ્નની રાતે જ ચોરી કરવા માટે આવ્યો. તે બધા ચોરોને મોટી આશા હતી કે રાજગૃહીના ધનાઢ્ય શ્રેષ્ઠી ઋષભદાસના પુત્ર જંબુકુમારના આઠ શ્રીમંત કન્યાઓ સાથે લગ્ન થયાં છે તેથી કરિયાવર ઘણું મળ્યું હશે. આપણને સારો માલ મળી રહેશે. ત્યાં જંબુકુમાર અને એની આઠ પત્નીઓનો સંવાદ સાંભળ્યો. જંબુકુમારની વૈરાગ્યમય વાણીથી પ્રભવ તથા એના સાથીઓ પીગળી ગયા અને જંબુકુમારની સાથે જ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.
સત્સંગનો કેટલો પ્રભાવ છે તે ઉપરના પ્રસંગ ઉપરથી સમજી શકાય છે, તેથી હંમેશા સંતોનો સમાગમ કરવો.
પ્રભવસ્વામી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. દીક્ષા લીધા પછી ૨૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું. ૫૦ વર્ષની ઉંમરે આચાર્ય પદવી પામ્યા. ૫૪ વર્ષ સુધી સમસ્ત જૈન સંઘનું નેતૃત્વ કર્યું. ૧૦૪ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી વીર સં. ૭૫માં તેઓ સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૪ શય્યભવાચાર્ય સ્વામી (વીર સં. ૭૫)
શ્રી શય્યભવાચાર્ય પોતાની સંસારી અવસ્થામાં રાજગૃહી નગરીમાં રહેતા હતા. જાતે વત્સગોત્રી બ્રાહ્મણ હતા. ચાર વેદ, વ્યાકરણ, છંદ, નિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા. એકદા પ્રભવસ્વામીએ જ્ઞાનબળથી જોતાં પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org