________________
આ છે અણગાર અમારા
૨૦૧ ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી કાળધર્મ પામ્યા તે વખતે તેમની પાસે ભાવદિક્ષિત તરીકે માણકચંદભાઈ હતા. તેમને સંવત ૧૯૩૬ની સાલમાં રાપર મુકામે શાન્તમૂર્તિ નાનચન્દ્રજી સ્વામીએ ભાગવતી દીક્ષા આપી અને મંગલજી સ્વામીના શિષ્ય બનાવ્યા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માણેકચંદજી સ્વામીની જન્મભૂમિ પણ રાપરની જ હતી.
સંવત ૧૯૪૦ની સાલમાં ધોલેરા બંદરે લાધાજી સ્વામીની દીક્ષા આપી અને માણેકચંદજી સ્વામીના શિષ્ય બનાવ્યા. અહીં એ નોંધપાત્ર છે કે લાધાજી સ્વામી પણ રાપરના જ હતા.
શાન્તમૂર્તિ મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી, મંગલજી સ્વામી, માણેકચંદજી સ્વામી, લાધાજી સ્વામી ઠાણા-૪ કચ્છ તરફ પધારતા હતા અને તેવામાં અકસ્માત શાન્તમૂર્તિ નાનચંદ્રજી સ્વામીને નાકમાં રતવા થવાથી સંવત ૧૯૪૦ના પોષ સુદિ ૧૧ના રોજ આરાધનાપૂર્વક મોરબીમાં કાળધર્મ પામ્યા. એ
તે વખતે શ્રી મંગલજી સ્વામી માત્ર પાંચ વર્ષના પ્રવ્રજિત હોવા છતાં પ્રવર્તકપણાની જે જે ફરજો કહેવાય તે સ્વયં શક્તિથી ધારણ કરી વિચારવા લાગ્યા. તેમણે સંવત ૧૯૪૨ની સાલમાં વઢવાણ કેમ્પમાં મહારાજ શ્રી કૃષ્ણજી સ્વામીને દીક્ષા આપી. સંવત ૧૯૪૬ની સાલમાં ધોલેરા બંદર મધ્યે તપસ્વી મ. શ્રી પ્રાગજી સ્વામીને દીક્ષા આપી. ૧૯૫૦ના વૈશાખ સુદિ ૧૦ના શુભદિવસે કચ્છ ચંદીઆ મુકામે બહુસૂત્રી તપસ્વી મ.શ્રી શામજી સ્વામીને દીક્ષા આપી. ૧૯૫૨ની સાલમાં કચ્છ વાગડમાં ગામ રવ મધ્ય અમીચંદજી મહારાજને દીક્ષા આપી. સંવત ૧૯૫૩ની સાલમાં વાંકાનેર મુકામે પંડિત મુનિ શ્રી હીરાચંદજી સ્વામીને દીક્ષા આપી. નથુજી સ્વામી પણ તે જ સાલમાં કચ્છ અંજાર મુકામે દીક્ષિત થયા તેમ જ ૧૯૬૦ની સાલમાં કચ્છ તુંબડી મુકામે અનુપચંદજી સ્વામીને અને તે જ સાલમાં માંડવી બંદર મધ્યે લાલચંદજી મહારાજને દીક્ષા આપી.
Wવીર શ્રી મંગલજી સ્વામીનો પુનિત વિહાર પ્રાયઃ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ હતો. તેમની દેહાકૃતિ સુંદર હતી, પ્રકૃતિના શાન્ત, સરલ અને મધુર હતા. તેમનું વ્યાખ્યાન શ્રોતાઓને આકર્ષક અને રસભર્યું લાગતું હતું. તેમના સંયમી જીવન પ્રત્યે લોકોનો ઘણો પૂજ્યભાવ હતો.
પોતાની સંયમયાત્રા નિરાબાધપણે નિર્વહતા થકા સંવત ૧૯૭૨ની સાલનું ચાતુર્માસ (કચ્છ) વાગડમાં લાકડિયા મુકામે હતું. એ ચાતુર્માસમાં સાત ઠાણા હતા. અષાઢ વદિ ૧૨ની રાત્રે સાડા નવ વાગ્યા સુધી હંમેશના નિયમ મુજબ સ્વાધ્યાયમાં જોડાયેલા હતા. સ્વાધ્યાયનો કાળ પૂરો થવાથી દરરોજના પોતાના નિયમાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org