________________
આ છે અણગાર અમારા
૩૯૫
આજ્ઞા જીવનમાં એવી વણી લીધી હતી કે તેમને તો નિર્જરા હિ નિર્જરા હતી. પાછલી ઉંમરમાં આંખની શક્તિ જ્યારે ઘટી ત્યારે સૂર્યના તાપમાં જઈને ઊભા ઊભા સ્વાધ્યાય કરે પણ પ્રમાદ કરતા નહિ. ૯૯ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તડકામાં જઈને અનુપૂર્વી ગણતા. એવા સમયે કોઈ શિષ્યા બાજોઠ આદિ લઈ જાય તો તેઓશ્રી તરત જ કહેતા, “મારા માટે તકલીફ લેશો નહિ, બાજોઠ મને નહિ જોઈએ.” બારીની ધાર પર બેસે પણ બીજાને લેશ માત્ર તકલીફ ન આપે. ૯૯ વર્ષની ઉંમરે ધારે એટલી વાર ઊભા રહી શકતા. ‘ઙ્ગિ, નો પમાયણ્ ।’ અર્થાત્ ઊઠો, પ્રમાદ ન કરો. આચારાંગ સૂત્રનું આ વચનામૃત એમણે અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતાર્યું હતું. ભગવતી, પક્ષવણા, જીવાજીવાભિગમ આદિ સૂત્રોના થોકડાઓનું તેમને ઊંડું જ્ઞાન હતું. નાના મહાસતીજીઓને ધારણા કરાવે, પ્રશ્નો પૂછે...
“અરિહંત અરિહંત જાપ જપે, જાપ જપે તેના પાપ ખપે; પાપ ખપે તેને મુક્તિ મળે, મુક્તિ મળે તેના દુઃખ ટળે.’’
પૂ. મહાસતીજીની જપ સાધના પણ અનન્ય હતી. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી નવકાર મહામંત્રનું સ્મરણ એક કલાક સુધી મોટા અવાજે ક૨તા. તદુપરાંત જ્યારે સમય મળે ત્યારે અને રાત્રે ઉંઘ ન આવે ત્યારે સતત નવકાર મંત્રના જાપ કરતા. કોઈ સાધ્વીજી પૂછે, “મહાસતીજી ! ઉંઘ નથી આવતી ?” ત્યારે મહાસતીજી જવાબ દેતા, “બચ્ચા ! તું સૂઈ જા, હું માળા ગણું છું, ઉંઘ આવશે એટલે હું પણ સૂઈ જઈશ.’” લોગસ્સ તથા નમોત્થણંની માળા પણ નિયમિત ગણતા. હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં સર્વ ક્રિયાઓ કરતા ‘અરિહંત... અરિહંત...’ તેમના મુખમાંથી અવિરતપણે નીકળ્યા જ કરે.
‘‘નપતા સિદ્ધિર્ણપાત્ સિદ્ધિર્ણપાત્ સિદ્ધિનું સંશય:' આ ઉક્તિને તેમણે સત્ય સાબિત કરી હતી. પૂ. રતનબાઈ મ. ના ગુરૂણી તો એમની દીક્ષા પછી ચાર વર્ષમાં જ કાળધર્મ પામેલા. એમની હાજરીમાં પોતે ખૂબ જ સેવા કરેલી પરંતુ ત્યારબાદ પણ ગુરૂણીના ગુણગાન આજીવન કરતા રહ્યા. ક્યારેક કોઈ નાના સતીજી પૂછે, ‘મહાસતીજી ! આપ શું બોલો છો ?’ ત્યારે કહેતા, ‘હું મારા ગુરૂણી સાથે વાત કરું છું.’ આમ પોતાની બધી વાતો ગુરૂણીને પરોક્ષ રીતે કરે. પોતાના ગુરૂણી સ્વર્ગવાસી હોવા છતાં પૂ. રતનબાઈ મ. તેમના અંતેવાસી હતા. હૃદયથી ગુરૂણીની સમીપે રહેનારા હતા. આમ મહાસતીજી સર્વગુણ સંપન્ન હતા.
नित्यं हिताहार विहारसेवी, समीक्ष्यकारी विषयेष्वसक्तः । दाता समः सत्यपरः क्षमावान्, आप्तोपसेवी च भवत्यरोगः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org