________________
૪૬૦
પૂ. હસુમતીબાઈ મહાસતીજી અનુકૂળતા માત્ર બચી છે. ભલભલા જવાંમર્દની વજ જેવી છાતીનો ય ભુક્કો બોલાવી દે એવી પરિસ્થિતિ છે. નિશ્ચેતનતાનો વિકરાળ વ્યાપ સમસ્ત ચેતનાને ક્ષણે ક્ષણે ગળતો આગળ વધી રહ્યો છે. મૃત્યુ ક્રૂરપણે આગળ વધી રહ્યું છે. બસ જોયા જ કરવાનું, સહ્યા જ કરવાનું. તપ ને તિતિક્ષા અદ્ભુત હતા. કુદરતી ક્રૂર કસોટી હોવા છતાં હસુમતીબાઈ મ. ની પ્રસન્નતા સદાબહાર હતી. ડોકટરોએ આવી સમતા કયારેય જોયેલી નહિ. સાધુ-સાધ્વી સમાજે આવી તિતિક્ષાનો સાક્ષાત્કાર કર્યો ન હતો. ચંડકૌશિકની કથા, ઈસુના વધની વાત, મહાવીર સ્વામીને આવેલા ભયંકર ઉપસર્ગો આદિથી આપણે સુવિદિત છીએ પરંતુ મૃત્યુના મહાસૂર્યની વિષજવાળાઓ ઓકતી સહસ્ર ફણાઓ ઉપર પ્રસન્નતાથી નાચતી આત્મ ચેતનાનું આવું અલૌકિક સ્વરૂપ કયારેય પ્રત્યક્ષ જોવા ન મળે. કરુણાદ્ર ભાવિક-ભક્તો વ્યથિત છે, કૃતકૃત્ય છે.
પૂર્વ સંસ્કાર, ગુરૂકૃપા, નવકાર જપ અને સમભાવના પુરૂષાર્થને પરમ પદની પ્રાપ્તિ માટેના જરૂરી સાધનો માનતા હસુમતીબાઈ મહાસતીજીની સ્મૃતિમાં મહામુનિ ગજસુકુમાર, મહામુનિ મેતારજ, મહર્ષિ કુંદક જેવા આત્માઓની ધર્મકથાઓ પ્રેરણા આપતી હતી. રોમેરોમમાં નવકાર રમે છે તેથી દર્શનાર્થી ભાવિકોને પાટીમાં લખીને અંતર્વાણી સંભળાવે છે.
ખુદને ખોશો તો ખુદા મળશે જિંદગી જીવવા જેવી છે - જીવી નાખવા જેવી નથી. જીવનની કળા અદ્ભુત છે - શીખવા જેવી છે.'
“શરીરથી આત્મા ભિન્ન છે, ભાઈઓ! શરીરની સપાટીમાં બંધાઈને વીંધાય નહિ. સ્વભાવમાં રમણ કરો’
મહાસતીજીનું દુઃખ જોઈને અનેક ભાવિકોની આંખમાં આંસુ આવતા તે જોઈને તેઓશ્રી કહેતા, “શોક કરશો નહિ. મને અપૂર્વ આત્મશાંતિ છે. મારો આત્મા અનંત શક્તિનો સ્વામી છે – એ અજર છે. અમર છે.”
એમના ચહેરા ઉપરની પ્રસન્નતા યુક્ત સમતા જોઈને ભાવિકો સ્તબ્ધ થઈ જાય છે. ત્યાં મહાસતીજી પોતાનો દાખલો આપીને લોકોને લાલબત્તી ધરતા કહેતા, કર્મ સારા કે ખરાબ ભોગવવાં જ પડે છે. એમાં કોઈ છટકબારી નથી – કોઈ એમાંથી બાકાત નથી. મારી સામે જુઓ. આ જીવે પૂર્વ જન્મમાં કેવા ઘોર કર્મો કર્યા હશે! એ બધા જ હિસાબ ચૂકતે કરવા વાજતે ગાજતે હાજર થઈ ગયા છે. ભાઈઓ ! મારી બહેનો ! મારા જેવા કર્મ ન કરશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org