________________
૪૫૮
પૂ. હસુમતીબાઈ મહાસતીજી સંવત ૨૦૩૧ ની સાલે ધ્રાંગધ્રા ચાતુર્માસ હતું. ત્યારે ટાઈફોઈડ થવાથી શરીર એકદમ અશકત બની ગયું. બધા ચિંતામાં મૂકાઈ ગયા. ઉપચારો કરતા એક દવા એવી આવી ગઈ કે એના ડોઝથી ભારે વિપરીત પરિણામ આવ્યું. એમની વાચા બંધ થઈ ગઈ. ભાષા વર્ગણાના પગલો પૂરા થઈ ગયા. ખળભળાટ મચી ગયો. બધાને દુ:ખ લાગ્યું પણ શું થાય?
મહાસતીજી સ્થિતપ્રજ્ઞતા અદ્ભુત હતી. નાની ઉંમરમાં અપૂર્વ સમભાવ સાધ્યો હતો. તેઓશ્રી પાટીમાં લખ છે. “ભાવિ મિથ્યા થઈ શકતું નથી. દોષ કોઈનોય નથી. કોઈને ઠપકો ન અપાય કે ઊંચે સાદે કાંઈ ન કહેવાય. દોષ મારાં કર્મોનો છે. બીજા કોઈનો ય નથી. જીવને દુઃખી ન કરો. શાંતિ રાખો. મને પરમ શાંતિ છે – મને કશું દુઃખ નથી. કર્મનો પરિપાક થઈ રહ્યો છે, એ તો મારું પરમ સદ્ભાગ્ય છે કે મારા કર્મોનો ત્વરિત ક્ષય થઈ રહ્યો છે. કર્મના આવરણો હઠી રહ્યાનો આ તો પરમ ઉત્સવ ગણાય. ભાઈઓ ! કર્મ મિથ્યા થઈ શકતા નથી. બહેનો ! કર્યા એ તો ભોગવ્યે જ છૂટકો. શાતામાં રહેવું, શાંતિમાં રહેવું. ઉદ્વેગ કરવો મિથ્યા છે.”
મહાસતીજીની દિવ્ય લેખિની, દ્વારા એમનું આધ્યાત્મિક અંતર વંચાય છે.
આ પુસ્તકના લેખક મુનિશ્રીને દીક્ષાર્થી અવસ્થામાં એમના દર્શન સુરેન્દ્રનગર ભારત સોસાયટીના ઉપાશ્રયે થયેલા ત્યારે અભુત સમતા, મધુર હાસ્ય, વાત્સલ્યભાવના ભારોભાર દર્શન થયેલા તે ૨૭ વર્ષ પછી પણ યાદ કરતા તાદૃશ્ય થઈ જાય છે.
પર્યુષણનો ચૌવિહારો ઉપવાસ ખૂબ જ વસમો લાગ્યો. શરીરને ખૂબ જ આંચકાઓ આવવા લાગ્યા. કેડ એકદમ સજ્જડ થઈ ગઈ, વળતી બંધ થઈ ગઈ. જીભ બંધ, પગે પક્ષઘાત, આંચકાનું તોફાન... કર્મોએ ચારે બાજુથી હુમલો કર્યો. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે. "When misfortunes come, they come not single but in batallian” અર્થાતુ જયારે દુર્ભાગ્ય આવે છે ત્યારે તે એકલા નથી આવતા પણ સમૂહમાં આવે છે. પૂરા ૪૫ દિવસ મહાસતીજીએ પથારીમાં જ સૂતાં સૂતાં પસાર કર્યા. નિદ્રા એકદમ ઘટી ગઈ. ધીરે ધીરે કસરત દ્વારા કેડમાં થોડો સુધારો થયો. વિહાર કરીને ધ્રાંગધ્રાથી નવા ગામ જવાનું થયું. તે સમયમાં અશક્ત સાધુ-સાધ્વીજી ડોળીમાં વિહાર કરતાં. શ્રી સંઘે હસુમતીબાઈ મ. માટે એ વ્યવસ્થા કરી પરંતુ કોઈના પર બોજ બની બેસવું એમને જરા પણ ગમે નહિ. કોઈનું ધ્યાન ન હોય તો તેઓ ડોળીમાંથી ઉતરી જતા તથા ઘોડીના સહારે ચાલતા. વળી આગેવાનોનું ધ્યાન જાય પછી વિનવણીઓ થાય ત્યારે કમને ડોળીમાં બેસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org