________________
૪૫૬
પૂ. હસુમતીબાઈ મહાસતીજી “સંયોગોનો સહર્ષે સ્વીકાર કરી લે.’ આ ઉક્તિને અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતારી હતી.
દિવસ શરી૨ કષ્ટના કારણે બેશુદ્ધિમાં વીતે તો રાત્રે દેવના પ્રલોભનોની માયાજાળ શરૂ થઈ જાય. છેલ્લે તો ‘સિંહાસને બિરાજો દેવિ,’ જેવું પ્રબળ પ્રલોભન બતાવ્યું પરંતુ “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને !’’ ના પંથના યાત્રિક મહાસતીજીની અડગતાના ગઢમાં કયાંય પ્રલોભનો છીંડું તો પાડી ન શકયા... અરે, એક કાંકરીય ખેરવી ન શકયા.
દેવના ઉપસર્ગની આ કથા પણ હસુમતીબાઈ મહાસતીજીના પ્રબળ આત્મ ગૌરવની અને અવિચળ અધ્યાત્મ નિષ્ઠાની જ યશોગાથા છે. એકવાર તો બેભાન વસ્થામાં હસુમતીબાઈ મ. એ આહાર-પાણી કર્યા નહિ ત્યારે મોટા મહાસતીજીએ કહ્યું, ‘હસુ ! તું ભૂખી અને તરસી છો તો કાલે વિહાર કેમ કરી શકીશ ?’
અડગ શ્રદ્ધા સાથે હસુબાઈ મ. કહ્યું, ‘જરૂર ચાલી શકીશ, ચલાશે કેમ નહિ ?’ મોટા મહાસતીજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેમના આશિષની અમૃતવર્ષા સતત વર્ષી રહી હતી. મહાસતીજીનું ઝાલાવાડમાં વિશેષ વિચરણ થતું. જોરાવરનગર ચાતુર્માસમાં પ્રતિક્રમણ ટાઈમે જ ઉલ્ટીઓ થતી. તેનો અવાજ બહુ મોટો આવતો. આ વળી નવો વ્યાધિ ! હસુબાઈ મ. ને મન એક જ ઔષધ હતું નવકાર મહામંત્રના જાપ.
પૂ. ગુરૂદેવ જુદા જુદા સ્તોત્રોના રાગ આ સ્વરકિન્નરીને શીખવતા જેનાથી એનો સાધનામાર્ગ સૌન્દર્યાન્વિત થયો. એકાદ મહિના પછી વમનની તકલીફ દૂર થઈ.
“ગુરૂ કૃપાંજન પાયો મેરે ભાઈ, રામ બિના કછું, જાનત નાહીં''
પૂ. હસુમતીબાઈ મહાસતીજીએ દીક્ષા લીધી ત્યારથી જ વમન, ધ્રુજારી, આંચકા, તાવ, જડતા - એવી કોઈને કોઈ તકલીફ રહ્યા કરતી હતી. ગુરૂણી શ્રી પ્રભાકુંવરબાઈ મ.નું. અપાર વાત્સલ્ય પૂર્વાશ્રમની ભત્રીજી એવી શિષ્યા ઉપર ખૂબ જ હતું. ગુરૂણીની છત્રછાયા કાયમની હતી. સં. ૨૦૨૭, વૈશાખ સુદિ-૧૧ ને બુધવારે પ્રભાકુંવરબાઈ મ. લીંબડી મુકામે કાળધર્મ પામતા એમની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ. હસુબાઈ મ. ને ગુરૂણીજીનો વિયોગ અસહ્ય થઈ પડ્યો. એમના જીવન ઘડતરમાં ગુરૂણીશ્રીનો સિંહફાળો હતો. ગુરૂણીનો આઘાત કંઈક હળવો થયો. ત્યાં શરીરમાં પ્રબળ આંચકા આવવા શરૂ થયા. ૨૦૨૭ નું ચાતુર્માસ વાંકાનેરમાં કર્યું, ત્યાં ડો. રૂપાણીની સારવારથી રાહત થઈ.
વિ.સં. ૨૦૨૮ ની સાલે ઓળી કરાવવા થાનગઢ પધાર્યા, ત્યાં શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org