________________
પૂ. હસુમતીબાઈ મહાસતીજી
‘દુઃખી થાવ મા ભાઈ ! ઊંચા સ્થાનનો જીવ નીચે રહી શકતો નથી. માન સરોવરનો હંસ કાદવમાં ક્રીડા કરી શકતો જ નથી. જીવ શિવના માર્ગે વળે, પામરમાંથી પરમાત્મા થાય તે તો મહોત્સવ કહેવાય, ભાઈ ! તમારો જન્મ સફળ થયો ગણાય, તમારે ત્યાં આવું પુત્રી રત્ન પાક્યું.'
૪૫૪
પૂ. પ્રભાકુંવરબાઈ મ.ના વચનોની ખાસ અસર ન થઈ. છગનભાઈએ હૈયું ઠાલવ્યું, ‘આખરી અવસ્થામાં અમારે આ દિવસો જોવાના આવ્યા. આવ્યો'તો દીકરીને એના ઘેર વળાવવા ને કરવાનું આવ્યું આ... ! મહાસતીજી મૌન રહ્યા. ને
આખરે છગનભાઈએ દીક્ષાની આજ્ઞા પત્રિકા લખી આપી પરંતુ રડા (૨)... ધોરાજી સંઘના પ્રમુખ શ્રી શાંતિભાઈ વકીલની સહી આજ્ઞાપત્રિકામાં કરાવવાની વાત આવી ત્યારે ભાઈઓની સંમતિ વિના શાંતિભાઈએ સહી કરવાની ના પાડી. વળી વિઘ્ન આવ્યું. પણ બધાએ શાંતિભાઈ વકીલને સમજાવ્યા ત્યારે તેમણે સહી કરી.
પૂ. સાહેબ શ્રી ધનજી સ્વામી, કવિવર્ય ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામી તથા તત્કાલીન સંપ્રદાય પ્રમુખ શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ ભાઈએ લેખિત મંજૂરી આપી પણ હજી અંતરાય હોવાથી વિદેશમાં વસતા હસુમતીના ભાઈઓના તાર ઉપર તાર આવવા લાગ્યા. “STOP DIKSHA... STOP DIKSHA” દીક્ષા અટકાવો. ફરીને પિતા છગનભાઈ ઢીલા પડી ગયા તથા કહ્યું કે હું હસુને દીક્ષાની રજા નહિ આપું. ત્રણ દિવસ ઘરમાં સહુ ભૂખ્યા રહ્યા. ‘સારા કામમાં સો વિઘ્ન’.
મોટા ગુરુ ભગવંતોની નિશ્રામાં મહાભિનિષ્ક્રમણના માર્ગે
લીંબડી અજરામર સંપ્રદાયના ગાદીપતિ પૂ. સાહેબ શ્રી ધનજી સ્વામી તથા ગોંડલ સંપ્રદાયના આચાર્ય શ્રી પરસોત્તમજી સ્વામી આદિ ગુરૂ ભગવંતોની નિશ્રામાં પ્રભાવશાળી મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજી પાસે હસુમતીએ વિ.સં. ૨૦૧૫ ના વૈશાખ સુદિ-૬ ને ગુરૂવારના પવિત્ર દિવસે બા.બ્ર. સુવ્યાખ્યાની ઈન્દુમતીબાઈ આર્યજી સાથે જેતપુર મુકામે દીક્ષા લીધી. મુમુક્ષુ ભાનુબહેને પણ તે જ દિવસે ગોંડલ સંપ્રદાયના પૂ. સવિતાબાઈ મહાસતીજી પાસે દીક્ષા લીધી.
બા.બ્ર. હસુમતીબાઈ આર્યજીની વડીદીક્ષા પણ જેતપુરમાં જ પૂજ્ય સાહેબશ્રી ધનજી સ્વામીના વરદહસ્તે થઈ. પૂ. શ્રી ધનજી સ્વામીએ તે દિવસે ત્રણ સતીજીઓને વડીદીક્ષાનો પાઠ ભણાવ્યો. (૧) ઈન્દુમતીબાઈ મ. (૨) હસુમતીબાઈ મ. (૩) ભાનુબાઈ મ.
વૈશાખ સુદિમાં દીક્ષા લીધા પછી વિંદમાં વર્ષીતપના પારણાં કરાવવા પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org