________________
આ છે અણગાર અમારા
૪૫૩ મહાસતીજીના જવાબથી છગનભાઈ છંછેડાયા અને ગુસ્સામાં બોલ્યા કે હસુને કદીય હું દીક્ષાની રજા નહિ આપું. આટલું બોલીને તેમણે ઉપાશ્રય છોડ્યો. પાંચ વર્ષની સમય મર્યાદા પૂરી થયા પહેલાં કશું શક્ય ન હોવાથી તેમણે હાલ પૂરતી લગ્નની વાતને સંકેલીને છગનભાઈ પરદેશ ચાલ્યા ગયા.
આ બાજુ હસુમતીનો વૈરાગ્ય વધતો ગયો. ઉપાશ્રયમાં ભક્તિગીતોની જમાવટ હસુમતીને મધુરકંઠે થતી રહી.
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઔર ન ચાહું રે કંત....” આનંદઘનજી મહાત્મા જેવી લગની હસુમતીને લાગી. હવે તેમની માતા પણ અંતરાયરૂપ બન્યા. જેમણે ધર્મના સંસ્કારો આપેલા તે મોહને આધીન થઈને ઉપાશ્રયે જવાનું બંધ કરાવી દીધું, પરંતુ વિરાગી વિરમે નહિ” એ ઉક્તિ અનુસાર તે વધારે દઢતર બની. દર મહિને બે અઠ્ઠમ કરવાના શરૂ કર્યા. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, થોકડા આદિનું અધ્યયન ચાલુ હતું જેથી વૈરાગ્ય પુષ્ટ થતો ગયો. ઘોર તિતિક્ષાના માર્ગે આગળ વધનારી હસુમતી સુકુમાર અને રૂપવતી હોવા છતાં બાહ્યાભ્યતર તપની સાથે તાપ પણ સહન કરતી હતી. જીવન સાધનાની સોળ કળાઓમાંથી આ પહેલી કળાનું મૂલ્ય જરાય ઓછું ન ગણાય. સાડીને સેલા મારે નહિ જોઈએ, પછેડીએ મન મોહ્યું મોરી માં;
મારું મન લાગ્યું છે, સંયમમાં, હું તો અરિહંત.. પુત્રવધૂ ધીરજ બહેન તથા તેમના બાળકો સાથે છગનભાઈ દેશમાં આવ્યા. મારી હસુના લગ્ન કરવા છે. એક એકથી ચડિયાતી સાડીઓ તથા અલંકારો પરદેશથી લાવ્યા તથા હસુમતીને આપ્યા પરંતુ હસુમતીએ તે સર્વે વારાફરતી ધારણ કરી પિતાજીને રાજી કરીને કહી દીધું કે મને આવા સુખોમાં રસ નથી. મને તો દીક્ષા જ લેવી છે. મારે આત્મિક સુખો મેળવવાની તીવ્ર ભાવના છે. તે વખતે પિતા-પુત્રીનો ઘણીવાર સંવાદ ચાલ્યો પરંતુ પુત્રીની મક્કમતાનો વિજય થયો. પ્રેમાળ પિતાએ આખરે આંખમાં આંસુ સાથે પ્રેમથી રજા આપી.
મમતાળુ માતા દીવાળીબાનું મન માનતું ન હતું. પરંતુ એકવાર પૂ. શ્રી હીરાચંદ્રજી સ્વામીના શબ્દો સાંભળેલા તે યાદ આવ્યા, “કોઈ દીક્ષા લેતું હોય તો એને વધાવાય પણ અંતરાય ન પડાય.” “નહિ પાડું મહારાજ ! કોઈની ય દીક્ષામાં અંતરાય રૂપ નહિ બનું !' આ શબ્દો યાદ આવતા એ માતાએ પણ મૌન પણે સંમતિ આપી. હસુમતીએ માતા-પિતાને ભાવથી પ્રણામ કર્યા.
છગનભાઈ જેતપુર પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજી પાસે ગયા અને કહ્યું, આખરે તમે દીકરી લીધી ત્યારે જ જંપ્યા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org