________________
આ છે અણગાર અમારા
૪પ૧ પૂ. ચંદનબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગમાં આવ્યાં. તેનાથી ધર્મના સંસ્કારો વિશેષ જાગૃત થયા. સૌંદર્ય સંપન્ન ‘હસુ' હસતી રમતી ભણે છે, મોટી થતી જાય છે, જ્ઞાનાભ્યાસમાં આગળ વધતી રહે છે. માતા-પિતા આદિ પુત્રીના આવા વિકાસથી પ્રસન્ન છે પણ એના વૈરાગ્યના રંગની કોને ખબર પડે? પૂર્વ ભવના સંસ્કારો, પૂર્વના પુણ્યોદયથી જ સારા માતા-પિતા, સત્સંગ આદિ પ્રાપ્ત થાય છે.
'સ્વર કિન્નરીને લાગેલો સંગીત રાગ તથા સંતરાગ
ચાર ભાઈઓની એકની એક લાડલી બહેન હસુમતી જેમ સ્વરૂપવાન હતી. તેમ મધુરકંઠી પણ હતી. બાલ્યાવસ્થાથી જ કુદરતે એને સ્વરકિન્નરી જાહેર કરી. એના માતા-પિતા શ્રીમંત હતા પરંતુ મર્યાદામય જીવનને પ્રધાનતા આપતા હતા. સંસ્કારોની જાળવણી માટે કન્યાએ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાય નહિ. હસુને ગાવાનો ભારે શોખ પણ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની મનાઈ ! કુટુંબની મર્યાદા જળવાય, માતા-પિતાની ભાવનાને ઠેસ પહોચે નહિ એ રીતે હસુમતીએ પોતાના સંગીત શોખને ધાર્મિક માર્ગે વાળી દીધો. જૈન શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવો, ઉપાશ્રયમાં સ્તવન ગાવા ઈત્યાદિ...
હસુમતી ધાર્મિક કાર્યક્રમોમાં એક માત્ર આકર્ષણ બની ગઈ. એને ગાતી સાંભળવામાં લોકો લ્હાવાનો અનુભવ કરવા લાગ્યા. સાધુ-સાધ્વીજીને પણ એનો મધુર કંઠ અત્યંત ગમતો. એક વાર તો એવું બન્યું કે પૂ. પ્રભાકુંવરબાઈ મ. તથા ચંદનબાઈ મ. ને એક પછી એક ભજન સંભળાવતી ગઈ ને રાત જામતી ગઈ. આખરે મહાસતીજીએ કહ્યું “હસુ ! હવે આરામ કર ને અમને આરામ કરવા દે'. બહેનપણીઓને ત્યાં પણ હસુમતીને જવાની મનાઈ હતી. પણ હસુએ એમાંથી માર્ગ કાઢી લીધેલો. બહેનપણીઓને પોતાને ત્યાં બોલાવી આનંદ-પ્રમોદ કરી લેતી. સંવત ૨૦૦૩ ની સાલમાં મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી કાળધર્મ પામ્યા. તેમની મરણોત્તર ક્રિયા તેણીએ જોઈ ત્યારે તેની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. મૃત્યુનો સાક્ષાત્કાર આ બાળકીને વિલક્ષણ રીતે થયો. બાળ માનસ ઉપર એની પણ ઊંડી અસર થઈ.
હસુમતી ૧૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં ત્રણ ભાઈઓના લગ્ન તો ઉજવાઈ ગયા. એનો વ્યાવહારિક અભ્યાસ ૧૦ ધોરણ સુધીનો રહ્યો. S.S.C. ની પરીક્ષા તેણીએ ન આપી. (તે વખતે ૧૧ ધોરણ પૂરા કરે ત્યારે S.S.C. પાસ ગણાય.) શાળાનો અભ્યાસ પૂરો થયો તેથી ધર્મના જ્ઞાનને પ્રાપ્ત કરવાની સારી અનુકૂળતા મળી ગઈ. ૧૬ વર્ષની નવયુવાન હસુમતીને પરણાવવા માતા-પિતા વિચારવા લાગ્યા, પરંતુ તેણીને સંસારમાં જરાય રસ ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org