________________
આ છે અણગાર અમારા
४४८ શ્રી લીલાબાઈ મ. ખૂબ જ સરળ, સેવાભાવી અને તપસ્વી હતા. શાંત સ્વભાવી તથા મિતભાષી હતા. તેઓ નાની મોટી અનેક તપસ્યાઓ કરતા. વર્ષીતપ પણ ઘણીવાર કર્યા હતા.
સ્વ. પૂ. લીલાબાઈ મ., પૂ. કલાબાઈ મ.ના ત્રીજા બહેન કુંવરબહેન મણિલાલ મહેતા રામવાવવાળાના આઠ સુપુત્રીઓ બા.બ્ર. વંદિતાબાઈ, મિતાબાઈ, ભારતીબાઈ, ચાંદનીબાઈ, રોશનીબાઈ, સુવ્રતાબાઈ, સુહાનીબાઈ તથા પ્રિયાંશીજીએ દીક્ષા અંગીકાર કરીને જિનશાસન તથા અજરામર સંઘમાં રેકર્ડ પ્રસ્થાપિત કરેલ છે. એમાં મુખ્ય નિમિત્ત બંને માસીનું ગણાય. પ્રથમ મોટા વંદિતાબાઈ મ. માસી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત થયા પછી બહેનના સ્નેહથી એક પછી એક સર્વે બહેનોને દીક્ષાના ભાવ જાગ્યા તથા સર્વે દીક્ષિત થયા. એમના એક જ ભાઈ ભોગીલાલ મણિલાલ મહેતાના એક જ સુપુત્રી કુ. કાજલ પણ દીક્ષાના ભાવ રાખે છે તથા ટૂંક સમયમાં દીક્ષા લેશે. દીવાથી દીવો પ્રગટે તે આનું નામ.....
આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીએ પોતાના માદરેવતન ભોરારા ગામમાં પૂ. દેવકુંવરબાઈ મ., બા.બ્ર. લીલાબાઈ મ., બા.બ્ર. કલાબાઈ મ., બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ. ઠાણા-૪નું વિ.સં. ૨૦૨૫નું ચાતુર્માસ બાલ્યાવસ્થામાં માણેલું, ત્યારે એકાસણા આદિ કરીને સંવર પૌષધ કરતા. તે વખતે સવારનું વ્યાખ્યાન બા.બ્ર. લીલાબાઈ મ. ફરમાવતા, બપોરે બા.બ્ર કલાબાઈ મ. ફરમાવતા તથા સવારે પ્રાર્થના બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ. કરાવતા. ત્યારથી ધર્મના સંસ્કાર વધ્યા. વિ.સં. ૨૦૧૮ની સાલે પણ એ જ ચાર ઠાણાનું ચાતુર્માસ ભોરારામાં થયેલું તે પણ એવું જ યાદગાર રહ્યું. તે ચાતુર્માસમાં પણ ઉપરનો જ ક્રમ રહ્યો હતો. આઠ બહેનોના શિરમોર વનિતાબહેન (બા.બ્ર. વંદિતાબાઈ મ.) પ્રથમવાર ભણવા પોતાના માસી મહાસતીજી પાસે ભોરારા આવેલા એટલું યાદ છે. (બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ.ની રતાડિયામાં વિ.સં. ૨૦૨૩માં થયેલી તેમની દીક્ષા મુનિશ્રી પ્રકાશચંદ્રજી એ પ્રથમ જોયેલી.)
બા.બ્ર. લીલાબાઈ મ. કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાતોમાં વિચરી સ્વ-પર કલ્યાણ સાધતા હતા. જયાં પધારતા ત્યાં પોતાના શાંત સ્વભાવ, તપસ્યા તથા જિનવાણી દ્વારા શાસન પ્રભાવના કરતા હતા.
શ્રી લીલાબાઈ મ. અમદાવાદ ઘાટલોડીયા મુકામે ચાતુર્માસ બિરાજતા હતા. વિ.સં. ૨૦૧૨ની સાલ હતી. આસો સુદ-૪, તા. ૧૫-૧૦-૧૯૯૬ના સમાધિભાવે કાળ ધર્મ પામ્યા. ૬૦ વર્ષની ઉંમર તથા ૩૮ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સ્વ-પર હિત સાધી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org