________________
૪૫૨
પૂ. હસુમતીબાઈ મહાસતીજી
પાણી પહેલા પાળ બાંધી લેતી હસુમતી | એકદા હસુમતી ઉપાશ્રયમાં દોડી ગઈ. પૂ. રંભાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. લાભુબાઈ મહાસતીજીને વંદન-નમસ્તાર કરીને કહ્યું “મને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા આપો” મહાસતીજી તો સ્તબ્ધ થઈ ગયા. તેમણે પરીક્ષા કરી પરંતુ હસુમતીની દઢતા જોઈને આખરે મહાસતીજીએ પ્રતિજ્ઞા કરાવી. હસુમતીએ નિરાંતનો શ્વાસ લીધો. તેણીએ પોતાની પ્રતિજ્ઞાની વાત માતાને કરી. માતા તો હબક ખાઈ ગઈ. મોહના કારણે આવું ન ગમે પરંતુ હસુમતી એકદમ દેઢ હતી.
પૂર્વાશ્રમના ફેબા પૂ. મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના સત્સંગમાં તો અવારનવાર રહેવાનું થતું. મહાસતીજીને એ ખબર ન હતી કે હસુમતીને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા છે. એકદા એમની પાસે ધાર્મિક સ્તવનો ગાયા ત્યારે તેમાંથી વૈરાગ્ય રસ નીતરી રહ્યો હતો તે વખતે મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી બોલ્યા, ‘હસુ ! સંસાર અસાર છે, ધર્મ વિનાનું જીવન વ્યર્થ છે'.
આપની વાત સાચી છે, ફેબા સ્વામી ! મારે દીક્ષા લેવાના ભાવે છે અને તેથી જ મે ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પૂ. લાભુબાઈ મ. પાસે લીધી છે.' હસુમતીએ સમય જોઈને વાત કરી દીધી.
૫. પ્રભાકુંવરબાઈ મહાસતીજી ખૂબ જ પ્રભાવિત થયા. હસુમતીએ કહ્યું, મહાસતીજી ! મારી પ્રતિજ્ઞા બે વર્ષ લંબાવી આપો. મહાસતીજીએ બે-ચાર સવાલો પૂછી થોડી કસોટી કરીને એની પ્રતિજ્ઞા લંબાવી દીધી.”
રાગ અને વિરાગના ખેલ
આ વાતની ખબર એમના પિતાજીને પડતાં એમનો રોષ આસમાને પહોંચ્યો. એકની એક સુપુત્રીની ધર્મની આવી લાગણી એમને ન ગમી. તેમણે હસુમતીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. હસુએ શાંતિથી સહન કરી લીધા. તેઓ ઉપાશ્રય દોડી ગયા. તેમણે મહાસતીજીને કહ્યું, “અમે તમને તો જિનશાસનને સોંપ્યા છે. તમે મારી કાળજાની કટકી સમાન સુપુત્રીને ભોળવી રહ્યા છો તે બરાબર નથી કરતાં. હું મારી પુત્રી તમને ક્યારેય નહિ આપું.'
પોતાના પૂર્વાશ્રમીય ભાઈને શાંત ચિત્તે સાંભળ્યા પછી પ્રભાકુંવરબાઈ મ. એ કહ્યું, “ભાઈ ! તમે શા માટે અકળાઓ છો? અમારે હસુને લેવાની કોઈ ઈચ્છા નથી પરંતુ એનો આત્મા જાગે તો તમે થોડા રોકી શકશો?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org