________________
૪૬૪
પૂ. સુલોચનાબાઈ મહાસતીજી વર્ષીતપની શુભ શરૂઆત કરીને લીંબડીથી રાજકોટ તરફ વિહાર માટે પ્રયાણ કર્યું. હજુ તો બેજ વિહાર થયા ત્યાં કાળ અને કર્મની લીલાને કોણ પામી શકે. વિ.સં. ૨૦૫૮ની તા. ૧૯-૫-૨૦૦૨ને વૈશાખ સુદ-૭ના દિને વૈશાખના પ્રભાતના પહોરે વિહાર કરતા-કરતા અરિહંત પરમાત્માના જાપ કરતા-કરતા તપના ભાવમાં ઝૂલતા-ઝૂલતા આંખના પલકારે-પાંપણના પલકારે-અચાનક જ આ અવની પરથી વિદાય લઈ લીધી. મેટાડોરનું વ્હીલ ફાટી જતાં આખી ગાડી પૂ. મહાસતીજી ઉપર પડી. તેનાથી મહાસતીજી પંચ પરમેષ્ઠીના જાપ જપતા-જપતા કાળધર્મ પામ્યા.
આ સાંભળતાં જ હૈયે કારમો આઘાત લાગ્યો. સુખ-દુઃખમા હસતા રહેતા પૂ. મહાસતીજી સહુના હૃયમાં વસી ગયા. તેઓ એવું જીવન જીવ્યા કે કદી ભૂલી શકાય તેમ નથી. વિદાય પણ એવી લીધી કે ક્યારેય વિસરી શકાય તેમ નથી. લીંબડી અજરામર સંપ્રદાય વેલ-માણિક્ય પરિવારમાં ઉજ્જવલબાગનું પૂષ્પ પળવારમાં ઝૂંટવાઈ ગયું.
સમયના વહેણને કોઈ રોકી શકતું નથી,
પૂણ્યાત્માને કોઈ વિસરી શકતું નથી. આપનો દિવંગત આત્મા જ્યાં હોય ત્યાં સુખ-શાંતિ-પરમસમાધિને પામે એજ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના...
પૂ. હેમલતાબાઈ મહાસતીજીના ત્રણ શિષ્યાઓ થયા. (૧) બા.બ્ર. મલ્લિકાબાઈ મ. (૨) બા.બ્ર. દર્શિતાબાઈ મ. (૩) બા.બ્ર. વૈભવીબાઈ મ.
શ્રી મલ્લિકાબાઈ તથા વૈભવીબાઈ છેલ્લે સુધી ગુરૂણીપીની સાથે રહીને તેમને ખૂબ જ શાતા ઉપજાવતા. આ જીવન સેવા કરીને મહામૂલો લાભ લીધો છે.
*
*
*
'સિંહણસમા બા.બ્ર. સુલોચનાબાઈ મહાસતીજી
(શાર્દૂલવિક્રીડિતયું) જેના જીવનમાં હતી સરલતા, વાત્સલ્યતા નેણમાં ! જેના ચિત્તમહીં ભરી કરુણતા, માધુર્યતા વેણમાં સમ્યગુ જ્ઞાનમહી હતી રમણતા, આત્માતણા ભાવમાં.. એવા પૂજ્ય સુલોચના ગુરૂણીને, છે વંદના પાવમાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org