________________
આ છે અણગાર અમારા
૪૬૭
'શાસ્ત્ર-સિદ્ધાંતના અભુત પ્રભાવક
"દવા 1
વિ.સં. ૨૦૩૭ ના ભૂજ ચાતુર્માસમાં આખું ઉત્તરાધ્યયન સૂત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. જેને ત્યાંના શ્રાવકો આજે પણ યાદ કરે છે. સમાઘોઘા (કચ્છ) માં છે વર્ષના સ્થિરવાસ દરમિયાન ભગવતી સૂત્ર વાંચ્યું હતું. તેમને સૂત્ર-સિદ્ધાંતમાં ખૂબ જ સારી રુચિ હતી. તેઓશ્રી વ્યાખ્યાન-વાંચણી અને પ્રશ્નોત્તરી આદિ દ્વારા ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. આબાલવૃદ્ધ સૌને આકર્ષી શકતા, કેમ કે તેમની વાણીમાં અદ્ભુત જાદુ હતો. પોતાના ઉપકરણો આદિનું પડિલેહણ તેઓશ્રી જાતે જ કરતા.
“દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ;
અનંતા જીવ મોક્ષે ગયા, દયાતણાં ફળ જાણ” વિ.સં. ૨૦૩૫ ના મનફરા ચાતુર્માસમાં વધારે વરસાદના કારણે રબાણનો ઉપદ્રવ ખૂબ જ થયો હતો. ત્યારે પૂ. મહાસતીજી સ્વયં સુપડી તથા ગુચ્છો લઈ રબાણોને ભેગી કરી નિર્વદ્ય જગ્યાએ મૂકતા. આ કાર્ય કલાકો સુધી કરતા કેમ કે તેમને જીવદયામાં ખૂબ જ રસ હતો. ખરેખર જીવદયા સમાન કોઈ ધર્મ નથી.
પૂ. મહાસતીજી કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રાંતોમાં વિચરીને ખૂબ જ શાસન પ્રભાવના કરી હતી. નવકાર મહામંત્રના જાપ તો લાખોની સંખ્યામાં કર્યા હતા. પોતે ડાયાબીટીસના દર્દી હોવા છતાં તીર્થકરના એકાસણા, ૨૦ સ્થાનકની ઓળી, વર્ષીતપ, તેર છઠ્ઠ આદિ અનેકવિધ તપસ્યાઓ કરી હતી.
( સહિષ્ણુતાની મૂર્તિયાને નિરંજનાબાઈ મહાસતીજી
આમ તો પૂ. નિરંજનાબાઈ મ. એ દીક્ષા લીધી ત્યારથી જ તેમને અશાતા વેદનીય કર્મનો ઉદય જોરદાર હતો. ડાયાબીટીસ, બી.પી., પેરેલીસીસ, હાર્ટ એટેક આદિ અનેક દર્દીની વચ્ચે પણ સતત સ્વાધ્યાય, જાપ, વાચન, મનન આદિ સંયમપોષક પ્રવૃત્તિથી સમતાપૂર્વક કર્મના દેણાં ચૂક્ત કરતા હતા એટલું નહિ પણ નાના ઠાણાઓને જ્ઞાન તથા સંસ્કાર આપી સંયમ જીવનનું સારી રીતે ઘડતર કરતા હતા. વાચણી પણ પોતે કરાવતા. પોતે વ્યાખ્યાન આપી શકતા ન હતા પણ નાના ઠાણાઓને વ્યાખ્યાન વાંચતા શીખવાડતા. ખરેખર માળી જેમ બગીચાને હરિયાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org