________________
૪૬૫
આ છે અણગાર અમારા
સંઘાડાના સ્તંભ જેવા બા.બ્ર. સુલોચનાબાઈ મહાસતીજીનો જન્મ તા. ૨૦૬-૧૯૪૦, વિ.સં. ૧૯૬૬ ની સાલમાં ઉજ્જૈન મુકામે થયો હતો. તેમનું મૂળ વતન ઝાલાવાડ વિસ્તારના લીંબડી તાલુકાનું ભડીયાદ ગામ હતું. તેમના પિતાનું નામ જગજીવનભાઈ તથા માતાનું નામ અજવાળી બહેન હતું. આ ઝાલાવાડી પરિવાર વર્ષોથી ઉજ્જૈનમાં રહે છે.
ચરિત્રનાયિકાનું શુભ નામ પ્રભાબહેન પાડવામાં આવ્યું. તેમના મોટાભાઈનું નામ રસિકભાઈ તથા બહેનનું નામ સુશીલાબહેન હતું. કું. પ્રભાબહેન બે વર્ષના થયા ત્યાં માતા અજવાળી બહેન અવસાન પામ્યા. ત્રણે બાળકો અનાથ થઈ ગયા.
એમના પિતાશ્રીએ બીજીવાર લલિતાબહેન નામની સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. લલિતા માતાએ ત્રણે સંતાનોને પોતાના જ સંતાનો માની વાત્સલ્યભાવથી મોટા કર્યા. લલિતા માતાને પણ અનુક્રમે બે પુત્રી તથા ત્રણ પુત્રો થયા.
'વિદ્યાભ્યાસ અને વ્યાવહારિક શિક્ષણ | કુ. પ્રભાબહેન સાત ધોરણ સુધીનો અભ્યાસ ઉજ્જૈનમાં જ કર્યો. ત્યાર પછી પિતાશ્રીએ તેમને વ્યાવહારિક શિક્ષણ મેળવવા માટે એમના મોસાળ સુરેન્દ્રનગરમાં મોકલી. તેમના મોસાળ એટલે લવજી તળશી અને કસ્તુર તળશીને (અત્રે યાદ આવે છે કે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીની નિશ્રામાં સં. ૨૦૩૭ ની સાલે ઉગ્ર તપસ્વી શ્રી રામચંદ્રજી સ્વામીએ સુરેન્દ્રનગરમાં ૭૯ ઉપવાસ કર્યા હતા ત્યારે ૩૫ હજાર જૈનોની નવકારશીનો લાભ મુખ્યત્વે લવજી તળશીના નામે તેમના સુપુત્ર શ્રી ચંદુભાઈ લવજીએ લીધો હતો.) ત્યાં રહીને તેમણે સારું એવું વ્યાવહારીક જ્ઞાન પ્રાપ્ત કર્યું.
પવિત્ર પુણ્યોદયે ગુરૂણીનો ભેટો ,
તેઓશ્રી મોસાળમાં હતા ત્યારે સદ્ભાગ્યે સરળહૃદયી રતનબાઈ મહાસતીજી તથા બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજીના સમાગમમાં આવ્યા. તેમના સત્સંગથી પ્રભાબેન વૈરાગ્ય વાસિત થયા. તેમને સંયમનો પાકો રંગ લાગ્યો.
કું. પ્રભાબહેને ઉજજૈન જઈને પિતાજી પાસે દીક્ષાની રજા માગી. પિતાશ્રીએ ઘણી કસોટી કરી પરંતુ પ્રભાબહેનનો મજીઠીયો રંગ જોઈને આખરે તેમણે પ્રેમથી રજા આપી. તેઓશ્રી બે વર્ષ ગુરૂણી સાથે રહીને જ્ઞાનાભ્યાસની સાથે સંયમ જીવનની તાલિમ લીધી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org