________________
આ છે અણગાર અમારા
૪૬૯ ૨૦૧૨ની સાલે તથા વિ.સં. ૨૦૫૭ના ભયંકર ભૂકંપે (ધરતીકંપ) અંજારને વિશેષ પ્રમાણમાં ધ્વસ્ત કર્યા.
પૂ. વેલ-માણિક્ય-ઉજ્જવળ ગુરૂણીના સત્સંગથી કુસુમબહેનને ધર્મનો રંગ લાગ્યો. તેઓ વૈરાગ્યવાસિત થયા તથા સંયમજીવનની તાલીમ લીધી. વિ.સં. ૨૦૨૨, ફાગણ સુદિ-૩, બુધવારના અંજાર મુકામે પૂ. આચાર્યશ્રી રૂપચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓશ્રી પ્રારંભથી જ ખૂબ વિનયવાન, સેવાભાઈ તથા તપસ્વી હતા. પોતાના સંયમ પર્યાયમાં ૬૦ ઉપવાસ, ૫૧ ઉપવાસ, મા ખમણ, વર્ષીતપ આદિ પુષ્કળ તપસ્યાઓ કરી હતી. સાધ્વી સંઘમાં અગ્રગણ્ય તપસ્વિની હતા. તેઓ એટલા જ નિરભિમાની હતા જેથી સોનામાં સુગંધ ભળે છે તેવું સર્વેને લાગતું. સર્વે ઠાણાઓની સાથે ખૂબ મૈત્રીભાવથી રહેતા.
'બિલીમોરામાં આજીવન અનશનની આરાધના
| વિ.સં. ૨૦૫રની સાથે ફાગણ મહિનામાં પૂ. કુસુમબાઈ મ. આદિ બિલીમોરા પધાર્યા હતા. ત્યાં એમની તબિયત બગડી. કોમામાં વહ્યા ગયા ત્યારે ડૉક્ટરે કહી દીધું કે ૨૪ કલાકના મહેમાન છે. સાથેના સતીઓ ધ્રુજી ઉઠ્યા પણ સ્વસ્થ થઈને તેમને આજીવન અનશન (સંથારા)ના પચ્ચકખાણ આપ્યા. ચારે આહારનો ત્યાગ કરાવ્યો. આરોગ્ય વિજ્ઞાન કરતા ધર્મવિજ્ઞાન ઉચ્ચતર છે. પૂ. મહાસતીજી બીજે દિવસે ભાનમાં આવી ગયા પરંતુ સંથારાના ભાવમાં, સમતામાં ઝૂલી રહ્યા હતા. દિવસે દિવસે પરિણામધારા ઉચ્ચ, ઉચ્ચતર ને ઉચ્ચતમ થવા લાગી. ચારે બાજુથી દર્શનાર્થીઓનો અત્યંત ધસારો થવા લાગ્યો. પૂરા ૨૯ દિવસ આ સંથારો ચાલ્યો. જિનશાસનનો મહિમા સર્વત્ર છવાઈ ગયો. આજીવન તપસ્યા કરનારા ૫૯ વર્ષના મહાસતીજી કુસુમબાઈ આર્યાજી ગુરૂ-ગુરૂણીના નામને રોશન કરી, અનેક જીવોને દઢ શ્રદ્ધાળુ બનાવી, વિ.સં. ૨૦૨૨, ચૈત્ર સુદિ-૪ના દિવસે બિલીમોરામાં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. વંદન એ સમતાધારી આજીવન અનશન વ્રતધારી મહાન આત્માને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org