Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 475
________________ ૪૬૨ પૂ. હેમલતાબાઈ મહાસતીજી જાય છે. સમાધિ ભાવે માત્ર ૪૧ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. (નોંધ :- વિસ્તારથી એમનું જીવન ચરિત્ર વાંચવું હોય તો “વિજય જીવનનું મરણ મૃત્યુનું” પુસ્તક વાંચવું) મધુરવક્તા બા.બ્ર. હેમલતાબાઈ મહાસતીજી “હતા અનેક ગુણના સ્વામી, કંઈ ન હતી જેમનામાં ખામી મોક્ષમાર્ગના હતા કામી, વંદન કરૂં હું સદા શીરનામી.” જેમના અંતરમાં ગુંજતો હતો જિનભક્તિનો રાગ. જેમના ચિત્તમાં ઝળહળતો જ્ઞાનદીપનો ચિરાગ. જેમના રોમે-રોમમાં પ્રગટ્યો હતો વિષયોનો વિરાગ. જેમના મુખ પર સદૈવ પ્રસરતી હતી પ્રસન્નતાની પરાગ. એવા લીંબડી અજરામર સંપ્રદાયના સૌમ્યમૂર્તિ મધુરવક્તા પૂ. હેમલતાબાઈ મહાસતીજીનો જન્મ કચ્છની કલ્યાણકારી કોમળ પાવનધરા કે જ્યાં સરળતા-શ્રદ્ધાના ઉચ્ચતમ ગુણો ધરતીના કણેકણમા ભર્યા છે, સંતો-મહંતોના પુનીત પગલાથી પાવન બનેલુ કંઠી વિસ્તારમાં આવેલું રળીયામણુ, ગોકુળીયુ ગામ. રત્નોની ખાણ સમાન રતાડીયા (ગણે શવાલા) વિશા-ઓશવાળ જૈન પરિવારમાં ધર્મપરાયણકુંવરજીભાઈ પાસુભાઈ છેડા, અ.સૌ. માતા મોંધીબાઈએ સૌના લાડીલા લાડકવાયા ભાવમાં ભગવાન સમા સતીરત્ન સર્જાયેલા એવા સુપુત્રીને સંવત ૧૯૯૭માં મંગલમુહૂર્ત જન્મ આપ્યો. નામપણ કેવું સુંદર-હીરાની ખાણ સમાન ગુણ નિષ્પન્ન હીરબાઈ. જેવું નામ તેવા જ ગુણ. માતાની મમતા ને પિતાના પ્યારથી આ હીરબાઈ મોટા થયા. માતપિતાનું જીવન સાદગીભર્યું હતું. ધર્મના રંગે રંગાયેલા હતા. સંતસમાગમના પ્રેમી હતા એમણે વહાલસોયી પુત્રીને નાનપણથીજ ધર્મના સુસંસ્કારોનું સીંચન કરેલું. આ પુત્રી રત્નના જીવનમાં સુસંસ્કારના પાયાના પત્થર બની ઘડતર કર્યું. આ બાલ્યવયના બાગમાં રમતા-ઝૂલતા ખેલતા માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં માવડીની મીઠી ગોદ ગુમાવી. માતાની મીઠી ગોદનો વિરહ ન સાલે તે રીતે આશ્વાસન આપતા પિતા અપાર વાત્સલ્ય આપતા રહ્યા અને તેમના દાદીમાએ ક્યારેય માતાની ખોડ સાલવા દીધી નથી. દરરોજ પુત્રીને પોતાની પાસે બેસાડી ધર્મની વાતો સમજાવી સંસારનું સ્વરૂપ સમજાવે. આ આદર્શ દાદીમાએ ખૂબ સંસ્કાર આપી વડીલ મહાસતીજીઓનું સવિશેષ વિચરણ હોવાથી બચપણથી ધર્મસંસ્કારથી સિંચન થયું. આ સંસ્કારોની અભિવૃદ્ધિ સદાનંદી પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522