________________
૪૬૨
પૂ. હેમલતાબાઈ મહાસતીજી જાય છે. સમાધિ ભાવે માત્ર ૪૧ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. (નોંધ :- વિસ્તારથી એમનું જીવન ચરિત્ર વાંચવું હોય તો “વિજય જીવનનું મરણ મૃત્યુનું” પુસ્તક વાંચવું)
મધુરવક્તા બા.બ્ર. હેમલતાબાઈ મહાસતીજી
“હતા અનેક ગુણના સ્વામી, કંઈ ન હતી જેમનામાં ખામી
મોક્ષમાર્ગના હતા કામી, વંદન કરૂં હું સદા શીરનામી.” જેમના અંતરમાં ગુંજતો હતો જિનભક્તિનો રાગ. જેમના ચિત્તમાં ઝળહળતો જ્ઞાનદીપનો ચિરાગ. જેમના રોમે-રોમમાં પ્રગટ્યો હતો વિષયોનો વિરાગ. જેમના મુખ પર સદૈવ પ્રસરતી હતી પ્રસન્નતાની પરાગ. એવા લીંબડી અજરામર સંપ્રદાયના સૌમ્યમૂર્તિ મધુરવક્તા પૂ. હેમલતાબાઈ મહાસતીજીનો જન્મ કચ્છની કલ્યાણકારી કોમળ પાવનધરા કે જ્યાં સરળતા-શ્રદ્ધાના ઉચ્ચતમ ગુણો ધરતીના કણેકણમા ભર્યા છે, સંતો-મહંતોના પુનીત પગલાથી પાવન બનેલુ કંઠી વિસ્તારમાં આવેલું રળીયામણુ, ગોકુળીયુ ગામ. રત્નોની ખાણ સમાન રતાડીયા (ગણે શવાલા) વિશા-ઓશવાળ જૈન પરિવારમાં ધર્મપરાયણકુંવરજીભાઈ પાસુભાઈ છેડા, અ.સૌ. માતા મોંધીબાઈએ સૌના લાડીલા લાડકવાયા ભાવમાં ભગવાન સમા સતીરત્ન સર્જાયેલા એવા સુપુત્રીને સંવત ૧૯૯૭માં મંગલમુહૂર્ત જન્મ આપ્યો. નામપણ કેવું સુંદર-હીરાની ખાણ સમાન ગુણ નિષ્પન્ન હીરબાઈ. જેવું નામ તેવા જ ગુણ. માતાની મમતા ને પિતાના પ્યારથી આ હીરબાઈ મોટા થયા. માતપિતાનું જીવન સાદગીભર્યું હતું. ધર્મના રંગે રંગાયેલા હતા. સંતસમાગમના પ્રેમી હતા એમણે વહાલસોયી પુત્રીને નાનપણથીજ ધર્મના સુસંસ્કારોનું સીંચન કરેલું. આ પુત્રી રત્નના જીવનમાં સુસંસ્કારના પાયાના પત્થર બની ઘડતર કર્યું. આ બાલ્યવયના બાગમાં રમતા-ઝૂલતા ખેલતા માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં માવડીની મીઠી ગોદ ગુમાવી. માતાની મીઠી ગોદનો વિરહ ન સાલે તે રીતે આશ્વાસન આપતા પિતા અપાર વાત્સલ્ય આપતા રહ્યા અને તેમના દાદીમાએ ક્યારેય માતાની ખોડ સાલવા દીધી નથી. દરરોજ પુત્રીને પોતાની પાસે બેસાડી ધર્મની વાતો સમજાવી સંસારનું સ્વરૂપ સમજાવે. આ આદર્શ દાદીમાએ ખૂબ સંસ્કાર આપી વડીલ મહાસતીજીઓનું સવિશેષ વિચરણ હોવાથી બચપણથી ધર્મસંસ્કારથી સિંચન થયું. આ સંસ્કારોની અભિવૃદ્ધિ સદાનંદી પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org