________________
આ છે અણગાર અમારા
૪૬૩
છોટાલાલજી સ્વામી, તપસ્વી પૂ. ડુંગરશી સ્વામી, તત્ત્વજ્ઞ પૂ. નવલચંદ્રજી સ્વામી આદી બધાના પરિચયમા આવતા વૈરાગ્ય દૃઢ થયો. કુદરતી યોગાનુયોગ એ સમયે વેલ-માણિક્ય પરીવારના પૂ. ઉજ્જવલકુમારીબાઈ મ. વિચરણ-સત્સંગસાનીધ્યથી ચારીત્રની તીવ્ર ભાવના જાગૃત થઈ. વિ.સં. ૨૦૧૬ મહાવદ-૧૦ સોમવારે જન્મભૂમિ રતાડીયા મુકામે આચાર્ય શ્રી રૂપચન્દ્રજી મ. ના શ્રી મુખેથી ભાગવતીદીક્ષા અંગીકાર કરી. તપસ્વી પૂ. શામજીસ્વામીના પરિવારમાં પૂ. વેલમાણિક્ય ગુરૂણી મૈયાનુ શરણું સ્વીકાર્યું. નાની વયમા જ સંયમગ્રહણ કરી શાસન ને સંપ્રદાયને દીપાવ્યું. સંયમ લઈને જેમણે જીવનની પ્રત્યેક પળને-પરોપકારપરમાર્થ-પ્રમોદ ભાવના સાથે વડીલોની ખૂબ જ સેવા કરી, વડીલોના આશીષ લઈને શાસનપ્રભાવના પણ છેલ્લે સુધી કરી. દીક્ષા પાલનથી શાસન ને સંપ્રદાયને ધન્ય બનાવ્યો. સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યો. આરાધના કરીને અનેકને ધન્ય બનાવ્યા. એમના હૃદયમાં સૌનું હીત સમાયેલું હતું. દરેક સંપ્રદાયના સંત-સતીજી સાથે આત્મીયતા અનેરી હતી. જેમણે ૪૨ વર્ષ ચારીત્રપર્યાયમાં કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-મહારાષ્ટ્રમાં વીચરી ખૂબ જ સુંદર શાસનપ્રભાવના કરી. જ્યાં-જ્યાં એમને ચાતુર્માસ કરેલ ત્યાં અજરામર સંપ્રદાયનું ગૌરવ વધારેલ છે. જેમનું સારૂંય જીવન શાસન સેવા-આગમ સેવા-આત્મલક્ષી ને સંયમભાવ ને સમર્પણતાની સૌરભથી મહેકતું હતું. વડીલો પ્રત્યે વિનય અને નાના પ્રત્યે વાત્સલ્યભાવથી સૌના દિલમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલું હતું.
આરાધના કરતા-કરતા જીવન જીવ્યા. શાસન પ્રભાવના કરતા-કરતા સૌના દિલમાં વસ્યા.
છેલ્લું ચાતુર્માસ ૨૦૫૭માં જામખંભાળીયા કરેલ. ત્યાંથી વિહાર કરી રાજકોટ પધારેલ. રાજકોટ શ્રાવકોની ભાવના તથા આગ્રહભરી વિનંતી હોવાથી ત્યાં સંવત ૨૦૫૭નું ચાતુર્માસ નક્કી કર્યું. અરે શું જામખંભાળીયા હાલાર પ્રાંતમાં કે જ્યાં એમણે દાદાગુરૂની ઓળખાણ આપી અને પડાણા ગામે આખા શ્રી સંઘને દાદાગુરૂની જન્મભૂમિના દર્શન કરાવ્યા. આવા હાલાર પ્રાંતના દાદાગુરૂ એમના સંયમ જીવનમાં જ્યાં જરાક કોઈ પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તરતજ દાદાગુરૂના જાપ કરે જેથી તરતજ એ કસોટીમાંથી પાર ઉતરી જાય. એમની રગેરગમા દાદાગુરૂની જ અવિહડ શ્રદ્ધા હતી.
દાદાગુરૂ અજરામરજી સ્વામીના ૨૫૦ વર્ષ નિમીત્તે ૩૧૦૦ વર્ષીતપની આરાધના નિમીત્તે સામૂહીક પચ્ચક્ખાણ લીંબડી મુકામે આયોજન હતું. ઝાલાવાડ વિચરી-વિચરી કેટલાકને ઝાલાવાડમા વર્ષીતપની પ્રેરણા કરીને લીંબડી પધાર્યા ત્યાં પોતાનાથી એક ઉપવાસ માંડ થાય પણ દાદાગુરૂની અતૂટ શ્રદ્ધાના બળે પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org