________________
આ છે અણગાર અમારા
४४७ તરણેતર મુકામે થયો હતો. તેમનું મૂળ વતન થાનગઢ હતું.
તેઓશ્રી પૂ. સમરતબાઈ મ. ના સંધાડાના પૂ. હેમકુંવરબાઈ આર્યાજીના સત્સંગથી ધર્મના રંગે રંગાયા અને વિ.સં. ૨૦૦૬ની સાલે ચૈત્ર સુદિ-૭ના દિવસે સાયલા (ભગતના ગામમાં) મુકામે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા લીધી હતી.
પૂ. ગુરૂણીશ્રી હેમકુંવરબાઈ મ. ની ખૂબ જ સેવા કરી હતી. લીંબડીમાં મોટા મહાસતીજી સ્થિરવાસ રહ્યા હતા. પુષ્પાબાઈ મ. છેલ્લે થોડાં વર્ષ અમદાવાદમાં શારીરિક કારણે રહ્યા હતા. લીંબડી પધારતા રસ્તામાં અકસ્માત થયો તેમાં બચી ગયા પણ શરીર ઉપર ઘણી અસર થઈ. ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા ત્યારે તેમણે આજીવન અનશન (સંથારો) અંગીકાર કર્યું. પ૩ દિવસ સંથારો ચાલ્યો.
સમાધિભાવે લીંબડીમાં સ્વર્ગવાસ સં. ૨૦૬૦ની સાલે તા. ૧૯-૨-૦૪ના દિવસે પામ્યા. એમના ત્રણ શિષ્યાઓ થયા (૧) ઉર્મિલાબાઈ મ. (૨) અનિશાબાઈ મ. (૩) પ્રિયંકાબાઈ મ. ત્રણે શિષ્યાઓએ તેમની ખૂબજ સેવા કરી હતી.
પૂ. શ્રી બા.બ્ર. દીક્ષિતાબાઈ મહાસતીજી
બા.બ્ર.પૂ. દીક્ષિતાબાઈ મહાસતીજીનો જન્મ મનફરા ગામે સંવત ૧૯૯૬ ની સાલમાં માતા સંતોકબહેન તથા પિતા પચાણભાઈ ગાલાને ત્યાં થયો હતો. બાળપણમાં ઘોડીયા લગ્નની પ્રથા હોવાના કારણે તેમનું સગપણ મનફરા ગામના ગાંગજી વીરા સત્રા સાથે થયેલા પરંતુ સંઘાડાના શિરોમણિ પૂ. રત્ન-સૂર્ય ગુરૂણી મૈયાના સત્સંગે વૈરાગ્ય ભાવ પ્રગટ થયો તેથી મીરાંબાઈની જેમ વિચાર્યું કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો; રાંડવાનો ભય ટાળ્યો રે,
તેમણે વડીલોની સંમતિથી સગપણ વિસર્જિત કરાવી ગુરૂણીશ્રીના ચરણે સમર્પિત થઈ ગયા. વિ.સં. ૨૦૧૧ ની સાલમાં ફાગણ સુદ-૨ ના દિવસે વિરમગામ મુકામે પંડિતરત્ન પૂ. પૂનમચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી “બા.બ્ર. દીક્ષિતાબાઈ આર્યાજી” બન્યા. તેઓ શ્રી પૂ. રતનબાઈ મહાસતીજીના સુશિષ્યા તરીકે જાહેર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org