________________
४४६
પૂ. પુષ્પાબાઈ મહાસતીજી સં. ૨૦૩૪ માં ચિંચપોકલીમાં પૂ. ધનગવરીબાઈ મ.સ. એ ચાતુર્માસ કરેલ ત્યારે પૂ. રશ્મિનાબાઈ મ.સ.ને ટાઈફોડ સાથે જોરદાર જુલાબ થયેલ. પૂ. મ.સ. ત્રણ રાત્રી તેમની પાસે જ રહીને લઘુનીત-વડીનીત ખુદ પોતે પરઠવી આવ્યા. આવો સેવાનો અજોડ ગુણ જેમને વરેલો હતો. શિષ્ય ગુરૂની સેવા કરે તે સદ્ભાગ્ય પણ ગુરૂ શિષ્યની સેવા કરે તે મહાભાગ્ય કહી શકાય. સેવા સાથે અપ્રમત્ત પણ એવા હતા. લઘુ શિષ્યાઓને ભણાવવા માટે ખુદ અભ્યાસ કરવા બેસી જતાં. શરણમાં આવેલી વે. બહેનોને ગૃહસ્થના ઘરે જમવા મોકલતા ત્યારે ખાસ શ્રાવકને ભલામણ કરતા કે આ દિકરીને તમારી દીકરી જાણી જમાડજો. નાના શિષ્યાઓની છદમસ્થ ભાવે કોઈ ક્ષતિ થતી તો પોતે એ ક્ષતિને ખુદ પોતા પર લઈ ટેન્શન મુક્ત કરતા. તપનો ગુણ એમના પ્રાણમાં પૂરાયેલો હતો. જયારે શરીરમાં ગેસ ટ્રબલ સાધારણ જવર જણાતા તરત જ ઉપવાસના પચ્ચખાણ કરી લેતા આવા ઉમદા ગુણોના ધારક ગુરુગુણગાન માટે શબ્દો ઓછા પડે, સમય ટૂંકો પડે.
પૂ. ગુરૂણીશ્રીનું વિ.સં. ૨૦૩૫ નું અંતિમ ચાતુર્માસ ભોરારા મુકામે કરી પ્રાગપુર પધાર્યા ત્યાં સાધારણ તાવનો ભોગ બનતા વિ.સં. ૨૦૩૬ ને કારતક વદ-૭ ના મંગલ પ્રભાતે સવારે ૬ વાગ્યે સમાધિ યુક્ત કાળધર્મ પામ્યા. એમની પાલખીયાત્રાનો લાભ કચ્છ પ્રાગપુર શ્રી કોટી સ્થા. જૈન સંઘે લીધો. ભવ્ય ઠાઠમાઠથી અંતિમ યાત્રાનું આયોજન કરેલ હતું.
પૂ. સ્વ. ગુરૂણીની અનન્ય કૃપાથી ગુણ-મંડુલ પરિવાર સર્વ પ્રકારે ફુલ્યો છે ફાલ્યો છે.
ઓ અનંત ઉપકારિણી ગુરૂણીમૈયા! આપના સંસ્કાર અમારા જીવનની સૌરભ બની રહે,
આપનું જીવન અમારી જ્યોત બની રહે;
આપનો સ્નેહ અમારી સમૃદ્ધિ બની રહે, આપના આશિષ અમારી અંતરચેતના બની રહે.
'આજીવન અનશન વ્રતધારી પૂ. પુષ્પાબાઈ મહાસતીજી)
તેનો જન્મ વિ.સં. ૧૯૮૪, આસો સુદિ-૧૩ના દિવસે દશા શ્રીમાળી જ્ઞાતિમાં પિતાશ્રી માણેકચંદ દેવચંદ દોઢીવાળા તથા માતાશ્રી કંકુબાઈની કુક્ષિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org