________________
४४४
પૂ. ધનગૌરીબાઈ મહાસતીજી “Old is Gold' જૂનું એટલું સોનું. આ ઉક્તિ અનુસાર જૂના સાધુ-સાધ્વીજીની સરળતા, સેવાભાવના, લાગણીશીલતા આદિ ગુણો ખરેખર અનૂપમ હતા. જેણે જેણે એનો અનુભવ કર્યો હોય તેને જ એનો ખ્યાલ હોય. અમદાવાદની નૂતન હોસ્પીટલ “સાલ”ના ડૉક્ટરોએ તથા સુરેન્દ્રનગરના ખ્યાતનામ ડૉ. જયોતિનભાઈ એસ. શાહે તેમની સારી સેવા કરી હતી.
પૂ. ભાનુમતીબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૫૮ ફાગણ વદિ-૧૧ તા. ૮૪-૨૦૦૨ના દિવસે સુરેન્દ્રનગર મુકામે સમાધિભાવે કાળધર્મ પામ્યા. એમની પાલખી લીંબડીમાં રાખવામાં આવેલ. એમના મૃત્યુ મહોત્સવમાં જીવદયા આદિનો સારો ફાળો થયો હતો. ગુજરાતના ભૂતપૂર્વ નાણામંત્રી તથા વર્તમાન ધારાસભ્ય શ્રી બાબુલાલ મેઘજી શાહ તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ કુ. જાગૃતિબહેન બાબુલાલ શાહ તેમના પિતૃપક્ષીય કુટુંબીજનો થાય. સર્વે એશીયાણી ગડા પરિવારના છે.
પૂ. સરસ્વતીબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૫૯ની સાલે લીંબડી મુકામે તા. ૯-૭-૨૦૦૩ના સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. એ પ્રસંગે પણ જીવદયા આદિનું ફંડ થયેલ.
( પૂ. તપસ્વિની ધનગૌરીબાઈ મહાસતીજી
સમર્થ ગુણના ભંડાર ગુરૂણી ધનગવરી હતા
આપ મંજુલ પરિવારમાં હતા સર્વોપરિ શરણુ આપી અમને ઉગારી બન્યા હતા ઉપકારી
એવા વાત્સલ્યદાતા ગુરૂણીને વંદના છે ભાવભરી દિલ અને દૃષ્ટિને આકર્ષિત કરનાર પુષ્પો ઉપવનમાં સમયે સમયે દ્રશ્યમાન થતા હોય છે પણ સૌંદર્ય સુકોમલતાને સુવાસ સભર પુષ્પો એવા હોય છે જે પોતાની અલૌકિક ભાત ઉપસાવે છે.
સંસારમાં પણ આકર્ષક વિશેષતા ધરાવનાર માનવો સમયે સમયે જન્મ લેતા હોય છે પણ સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર યુક્ત સુગંધી પુષ્પો કોઈક વિરલજ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org