________________
૪૪૨
પૂ. ભાનુમતીબાઈ મહાસતીજી
સરળતાની સરવાણીસમા ભાનુમતીબાઈ મહાસતીજી
'તથા સેવાભાવી સરસ્વતીબાઈ આર્યાજી
સરળદ્ભયી પૂ. ભાનુમતીબાઈ મહાસતીજીનો જન્મ કચ્છ-વાગડ પ્રાંતના ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં વિ.સં. ૧૯૬૮, શ્રાવણ સુદિ-પના દિવસે થયો હતો. તેઓ જ્ઞાતિએ વિશા ઓસવાળ જૈન હતા. તેમની અટક ગડા હતી. માતાનું નામ લાડુબહેન તથા પિતાનું નામ થોભણભાઈ સામત ગડા હતું. નાની ઉંમરમાં તેમના લગ્ન પણ થયેલા પરંતુ થોડા જ વર્ષોમાં વૈધવ્ય આવ્યું. તેમનું સંસારી નામ ભાણબાઈ હતું.
તેઓશ્રી મોટા પુરીબાઈ મહાસતીજીના સંવાડાના બા.બ્ર.પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજીના સત્સંગમાં આવ્યા તથા વૈરાગ્યના રંગે રંગાયા. એમની સાથે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો તથા સંયમજીવનની તાલીમ લીધી. પિતૃપક્ષ તથા શ્વસુર પક્ષની અનુમતિ માગી. સારા માર્ગે જનાર સુપુત્રી બંને કુળને અજવાળે છે એમ માની બંને પક્ષોએ પ્રેમથી અનુમતિ આપી.
અજરામર સંપ્રદાયમાં સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી વિ.સં. ૧૯૯૯, ફાગણ વદ-૫, ગુરૂવારના શુભ દિને વઢવાણ શહેરમાં દીક્ષા અંગીકાર કરી પૂ. ગુરૂદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીએ તેમને મહાસતીજી શ્રી લક્ષ્મીબાઈ આર્યાજીને શિષ્યા તરીકે સોંપ્યા.
તેમનું નૂતન નામ “ભાનુમતીબાઈ મહાસતીજી' રાખવામાં આવ્યું. શ્રી ભાનુમતીબાઈ મ. ખૂબ જ સરળ અને સેવાભાવી હતા. તેમના ગુરૂણીની ખૂબ જ સેવા કરીને શાતા પમાડી હતી.
ગામડાઓમાં વિશેષ વિચરણ તથા ધર્મપ્રભાવના : પૂ. ભાનુમતીબાઈ મ.ના એક શિષ્યા થયા. જેમનું નામ સરસ્વતીબાઈ આર્યાજી. તેઓ મોરબી પંથકના કોયલી ગામમાં જન્મ્યા હતા. દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. એમનું ગોત્ર મહેતા હતું. એમના પિતાનું નામ જીવરાજભાઈ કાળીદાસભાઈ હતું તથા માતાનું નામ સૂરજ બહેન હતું. તેમનો જન્મ વિ.સં. ૧૯૮૫ની સાલે થયો હતો. નાની ઉંમરમાં તેમના લગ્ન પણ થયેલા, પરંતુ ટૂંક સમયમાં ઘરભંગ થતાં વૈરાગ્ય જાગ્યો અને પૂ. ભાનુમતીબાઈ મ.ના સત્સંગથી સંયમ લેવાના ભાવ જાગ્યા.
એમની દીક્ષા લીંબડી મુકામે સં. ૨૦૧૬, વૈશાખ સુદિ-૧૧ના દિવસે થયેલી. એમની સાથે શ્રી દિવ્યપ્રભાબાઈ મ. તથા શ્રી વસંતપ્રભાબાઈ મ.ની દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org