________________
આ છે અણગાર અમારા
૪૪૧
વેલ-માણિક્ય પરિવારના ૧૩૩ ઠાણાઓના શિરમોર બન્યા.’
રોગને પણ કહેવું પડયું હું પ્રયોગ છું તમારો.” મસ્ત સંયમ જીવન જીવતાં પૂ. શ્રીના શરીરમાં અસ્વસ્થતા આવી છતાં સ્વયં તો સ્વસ્થ જ હતાં. છેલ્લા કેટલાંક સમયથી બાહ્ય સ્મૃતિ નહીં પણ સંયમ જાગૃતિ તો રગેરગમાં... રોગને પણ થયું કે શું અહીં લેબોરેટરીમાં જેમ રોગનો પ્રયોગ (નિદાન) કરવામાં આવે તેમ અહીં મારો પ્રયોગ થઈ રહ્યો છે કે શું? ના કયારેય હાયવોય નહીં... કયારેય શોક નહીં... સદાબહાર મસ્તી-સદાય ચિત્ત પ્રસન્નતા અને આખીર રહ્યા “રહ્યા પણ થોડા દિવસ. શું આટલેથી જ બસ.'
પૂ. શ્રી જ્યારે દેહથી હલન-ચલન કરવામાં અસમર્થ થયા ત્યારે લાકડીયા સંઘની વિનંતીને માન આપી સ્થિરવાસ રહ્યા... પુણ્યપ્રબળ... જેમ તિર્થંકરની સામે દેવો ખડા હોય સેવામાં તેમ પૂ. શ્રીની પાસે શિષ્યાઓ હાજર હોય... દેહની સેવા તો ખરી જ પણ સાથે આત્માની પણ એવી જ સેવા જાગૃતિ રખાવવા માટે સતત સ્વાધ્યાયની રમઝટ... સંયમ જીવનમાં જરા પણ દોષ ન લાગે તેના વિશે સંપૂર્ણ જાગૃતિ હતી પૂ. શ્રીની.
“અને આવી અંતિમ ઘડી, રડી હર જનની આંખડી” પૂ. શ્રીના છેલ્લા (૨) દિવસોમાં અનેક સતીજીઓ, ભક્તો દર્શનાર્થે આવતા - એની મીઠી નજર પડતાં ને બધા પ્રસન્ન થઈ જતાં. અમને હતું હજી વાર છે. પણ તમે તો ચાલ્યા. અને બસ આવી ગયો જેઠ સુદ-૫ નો દિવસ... શિષ્યાઓ... સંઘ અને સમસ્ત જનની હાજરીમાં હંસરાજ પરલોકની તૈયારીએ લાગ્યા... પુ. કળાબાઈ મ.સ., પૂ. તમન્નાબાઈ મ.સ., પૂ. વૈશાલીબાઈ મ.સ. ની હાજરીમાં અંતિમ સમયે આલોચના - છેદ આલોચના, અડધા કલાકનું અનશન સંપૂર્ણ જાગૃતિ સાથે પૂ. શ્રીને આપ્યું. આપ જાગૃત છો ને ? અનશન આપુ? એવો પ્રશ્ન પૂછતાં પૂ. શ્રીએ તરત “હા” કહી અને છેલ્લે એટેક આવતાં જ... સફર ચાલુ થઈને આંખડી આંસુ સભર બની...
પૂ. મહાસતીજી શ્રી વિમળાબાઈ મહાસતીજીના આજીવન અંતેવાસી બા.બ્ર. તમન્નાબાઈ આર્યાજી, બા.બ્ર. અનિશાબાઈ આર્યાજી, બા.બ્ર. પ્રભંજનાજી તથા બા.બ્ર. વીરાંગનાજી ઠા. ૪ ખૂબ જ સેવા કરી હતી તથા લાકડિયા છકોટિ જૈન સંઘે પણ ખૂબ જ સેવાનો લાભ લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org