________________
આ છે અણગાર અમારા
४४३ પણ થઈ હતી. સર્વેને દીક્ષાનો પાઠ કવિવર્ય પૂ.શ્રી નાનચંદ્રજી સ્વામીએ ભણાવ્યો હતો. પૂર્વાશ્રમમાં પણ જેમનું નામ સરસ્વતી હતું એવા સરસ્વતીબાઈ મહાસતીજી ખૂબ જ સેવાભાવી હતી. ગુરૂણીશ્રી ભાનુમતીબાઈ મ.ની ખૂબ જ સેવા કરતા. બંને ઠાણા વચ્ચે અનૂપમ સ્નેહભાવ હતો.
પૂ. ભાનુમતીબાઈ મ. તથા સરસ્વતીબાઈ મ. ઠાણા-૨ વિશેષ પ્રમાણમાં સરા, સુદામડા, રામપરા, ગુંદીયાળા, ધાંધલપુર, ચુડા, ચોટીલા, શિયાણી, પાણશીણા આદિ ઝાલાવાડના નાના ક્ષેત્રોમાં વિચરતા, ચાતુર્માસનો લાભ આપતા તથા જૈન-જૈનેતરોને પ્રતિબોધ પમાડતા. જૂના રાસ વાંચી આમ જનતાને ધર્મના માર્ગે વાળતા.
પૂ. ગુલાબ-વીર ગુરૂભગવંતો તથા પૂ. રૂપ-નવલ ગુરૂદેવો તરફ તેમને અનન્ય ભક્તિભાવ હતો. પૂ. ગુરૂભગવંતો પણ તેમની સારણા-વારણા સારી રીતે કરતા.
બંને ઠાણા વિ.સં. ૨૦૪૪ની સાલે પૂ. દીર્ઘદ્રષ્ટા મધુરવક્તા ભાસ્કર સ્વામીની નિશ્રામાં મોટી રવ (વાગડ-કચ્છ)માં ચાતુર્માસ કરેલું. પોતાના ગુરૂભગવંતોની પરંપરા અનુસાર પૂ. ભાવ-ભાસ્કર ગુરૂભગવંતો પણ તે બંને ઠાણાની સારી સંભાળ રાખતા. બંને મહાસતીજીઓ નાની-મોટી તપસ્યા પણ ખૂબ જ કરતા.
વિ.સં. ૨૦૫૧ની સાલે બંને ઠાણાઓએ છઠ્ઠના પારણે છઠ્ઠનો વર્ષીતપ કર્યો હતો. જેના પારણા અખાત્રીજના દિવસે લાકડિયા મુકામે પૂ. ગુરૂ ભગવંતશ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓની નિશ્રામાં ખૂબ જ ભવ્યતાથી થયા હતા. એમની આવી ઉગ્ર તપસ્યાની અનુમોદનારૂપે ખુદ પૂ. ભાવચંદ્રજી સ્વામીએ પણ ઘણી પ્રતિજ્ઞાઓ અંગીકાર કરી હતી.
ગાદીના ધામમાં સ્થિરવાસ તથા સંઘની શ્રેષ્ઠ સેવા છેલ્લા થોડા વર્ષો બંને મહાસતીજી મોટી ઉંમર તથા નાદુરસ્ત તબિયતના કારણે લીંબડીમાં સ્થિરવાસ રહેલા. સંઘના સર્વે આગેવાનો તથા આબાલવૃદ્ધ સર્વે તેમની ખૂબ જ સેવા બજાવતા તથા શાતા પમાડતા હતા. બંને મહાસતીજીઓ પૂ. આચાર્ય શ્રીમદ્ રૂપનવલ ગુરૂદેવના પરિવારના સર્વે નાના-મોટા સંતોને જોઈને અત્યંત પ્રમોદભાવ વ્યક્ત કરતા તથા ભક્તિભાવથી કહેતા કે અમારા ગુરૂનો પરિવાર કેવો ફાલ્યો ફૂલ્યો છે. તમે બધા ગુરૂના નામને ખૂબ ખૂબ રોશન કરજો ઈત્યાદિ વાત્સલ્યભર્યા શબ્દો ઉચ્ચારી જૂના ભંડારોમાં જે કાંઈ સારા પુસ્તકો, ઉપકરણો આદિ હતા તે ઉદારતાથી સર્વેને આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org