________________
૪૩૪
પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી શ્રીમુખેથી દીક્ષા ગ્રહણ કરી હતી. આત્માની દીવાળી કરવા માટે હેમતબહેનનું નામ “દીવાળીબાઈ મહાસતીજી” રાખવામાં આવ્યું.
નાના-મોટા સહુની તેઓશ્રી સેવા કરતાં. પૂ.પ્રેમકુંવરબાઈ મહાસતીજીના તેઓશ્રી આજીવન અંતેવાસી બનીને રહ્યા હતાં. આજીવન તેમની સેવા કરીને તેઓના ખૂબ જ કૃપાપાત્ર બન્યા હતા. તેમને શ્વાસની તકલીફ હતી છતાં વિહાર, ગોચરી-પાણી આદિ પોતે જાતે જ કરતાં. સંવત ૨૦૭૨ની સાલમાં પોતાની જન્મભૂમિ મનફરા મુકામે માગસર વદ-૫ ના દિવસે કાળધર્મ પામ્યા હતા. એમના પરિવારમાં નીચે પ્રમાણે દીક્ષાઓ થઈ છે.
તેમના સંસારી દિયર ગોપાલ સંપ્રદાયના વડેરા પૂ.રામજી સ્વામી, તેમના સગા ભત્રીજા તપગચ્છના આચાર્ય અરવિંદસૂરિ, કાકાઈ ભાઈઓ પૂ.જનકવિજયજી મ.સા., પૂ. હૂકાર વિજયજી મ.સા. તથા કાકાઈ બહેન બા.બ્ર. દીક્ષિતાબાઈ આર્યાજી.
પ્રવચન પ્રભાવિકા બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી
કચ્છના પાટનગર ભૂજ શહેરમાં બા.બ્ર. સૌમ્યમૂર્તિ રૂક્ષ્મણીબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૭૯ ની સાલે શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના નગરીયા કુટુંબમાં પ્રતિષ્ઠિત પરિવાર મહેતા નાથાભાઈ મોણશીના સુપુત્ર સુશ્રાવક વર્ધમાનભાઈના ઘેર, સંસ્કારમૂર્તિ માતા સંતોકબાઈની કુક્ષિએ થયો હતો. પૂ. મહાસતીજીનું પૂર્વાશ્રમીય નામ રંભાબહેન હતું. “રથા નામ તથા પુ” પ્રમાણે રંભાબહેનને સુંદરતા માતાના વારસારૂપે તથા બુદ્ધિપ્રતિભા પિતાના વારસારૂપે મળ્યા હતા. મહાસતીજીના જન્મ પહેલાં જ તેમના પિતાશ્રી વર્ધમાન ભાઈનું અવસાન થયેલ. પ્રથમ કે અંતિમ આ એક સુપુત્રીના જન્મથી પરિવારમાં ખુશી વ્યાપી ગઈ.
આ સુપુત્રી એટલી પુણ્યશાળી, નિર્દોષ, નિખાલસ ને બુદ્ધિશાળી હતી કે પોતાના સગુણોથી આખા પરિવારનું દિલ જીતી લીધું હતું. દાદા-દાદી, કાકાકાકીએ અતિ લાડકોડથી તેમનો ઉછેર કર્યો. માતાના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org