________________
આ
છે અણગાર અમારા
ગુરૂણી મળ્યા છે જ્ઞાનવાળા રે, હૃદિયાના તાળાં ઉઘડ્યા રે જી...
પૂ. મહાસતીજીનું કુટુંબ ધાર્મિક હોવાથી તેઓશ્રી બાલપણથી જ સ્થાનકે જતા. સદ્ભાગ્યે વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ આર્યાજી તથા શ્રુતશીલા માણેકબાઈ આર્યાજી આદિ ઠાણા ભૂજ ચાતુર્માસ પધાર્યા. મહાસતીજીના સત્સંગથી ત્યાગ અને વૈરાગ્યના બીજ વવાયા. ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર ભૂજથી માનકૂવા કર્યો ત્યારે રંભાબહેન તેમને મૂકવા ગયેલા. ત્યાં દીક્ષાના ભાવ જાગૃત થયા. ઘેર આવી રંભાબહેને માતાને તથા કુટુંબીજનોને વાત કરી. સર્વેને સમજાવી દીક્ષાની આજ્ઞા મેળવી લીધી.
૪૩૫
પૂ. મહાસતીજીના કાકા પોપટભાઈએ રંભાબહેનની જન્મોત્રી રાજકોટના શ્રી મોહનલાલ ધામીના પિતા શ્રી ચુનીલાલભાઈ ધામી કે જે મોટા જ્યોતિષી હતા તેમને બતાવી તથા ભૂજમાં પણ રાજજ્યોતિષીને બતાવી. બધાએ એક જ વાત કરી કે રંભાબહેનના ભાગ્યમાં પ્રવ્રજ્યાનો પાકો યોગ છે તથા આ સુપુત્રી શાસનને દીપાવશે. આમ દીર્ઘ-દ્રષ્ટિ વાપરી પૂ. વેલ-માણિક્ય ગુરૂણી સાથે અભ્યાસ કરવાની રજા આપી.
પાટનગરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ
૧૬ વર્ષની મુગ્ધાવસ્થામાં જ્યારે રંભાબહેન ગુરૂણી સાથે આવ્યા ત્યારે એમના દીક્ષાદાતા આગમ વિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કહેતા કે મહાસતીજી ભૂજમાંથી ‘મેડમ‘ જેવી ચેલી લાવ્યા છે. પૂ. મહાસતીજી જ્યારે વાગડમાં પધાર્યા ત્યારે ગામે ગામના શ્રાવકો રંભાબહેનને જમાડવાની પડાપડી કરવા લાગ્યા. લોકો તેમને દીકરીની જેમ માનતા.
બે વર્ષ સુધી ગુરૂણી સાથે જ્ઞાનાભ્યાસ કરી એકદમ તૈયાર થઈ ગયા ત્યારે ૧૮ વર્ષની ભર યુવાન વયે વિ.સં. ૧૯૯૭, માગસર સુદિ-૬, ગુરૂવાર, તા. ૫-૧૨-૧૯૪૦ ના શુભ દિવસે સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી ભુજ મુકામે દીક્ષા અંગીકાર કરી. મહારાવ શ્રી ખેંગારજીના સમયમાં આ દીક્ષા પ્રસંગ ઉજવાયો હતો. તે પ્રસંગે ૧૧ દિવસ શોભાયાત્રા નીકળી હતી.
મહારાણી ગંગાબા પ્રભાવિત થયા :- એક દિવસ આ શોભાયાત્રા દરબારગઢ પાસેથી પસાર થઈ, ત્યારે મહેલની અટારીએથી મહારાણી શ્રી ગંગાબાએ અદ્ભુત સ્વરૂપવાન એવા રંભાબહેનને જોઈને પૂછ્યું, “આ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org