________________
૩૯૮
પૂ. રતનબાઈ મહાસતીજી
પણ આપતા. પોતે વર્ષો સુધી ત્રણ ટાઈમ ગોચરી વહોરવા જતા. ગોચરીમાં ઘટાડો થાય તો વાપરતા વાપરતા ઊઠે અને જાતે વહોરી આવે એવા અપ્રમાદી હતા. ૯૯ વર્ષની ઉંમરે વજન માત્ર ૩૪ કિ.ગ્રા. હતું, છતાં કોઈનો સહારો લીધા વિના ચાલી શકતા. શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ હતી.
જ્યાં સુધી આંખની શક્તિ હતી ત્યાં સુધી સેંકડો રજોહરણ બાંધ્યા હતા. સાધુ જીવનની કેટલીય ઉપધિ તૈયાર કરતા. ધર્મના ઉપકરણો તૈયાર કરવામાં અંશ માત્ર આળસ નહિ.
દિવસે તો ઉંઘવાનું નામ નહિ. છેલ્લે ઉંમરના કારણે દિવસે માત્ર અડધો ક્લાક જ ઉંઘ લેતા. ૯૬ વર્ષની ઉંમર સુધી પોતાની શિષ્યાઓને શુભ પ્રસંગે કે સંવત્સરીના ધર્મસંદેશ પોતાના હાથે લખતા. ૮૧ વર્ષના સંયમ જીવનમાં ઉત્તરોત્તર ગુણોનો વિકાસ કરતા કરતા ઐતિહાસિક જીવન જીવી ગયા. કહ્યું છે -
“કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે, નસીબને દોષ દેનારા જ્યાં ત્યાં આથડે છે; નથી ફૂલોની આ શય્યા, કતારો કંટકોની છે, છતાં પુરુષાર્થ પ્રેમીને, હંમેશા ફળ મળે છે.”
अणुसासिओ न कुप्पिज्जा, खंतिं सेवेज्ज पंडिए સાધક, અનુશાસનમાં કોપ ન કરે પણ ક્ષમા રાખે
સંયમ જીવનના પ્રારંભિક વર્ષોમાં જ્યારે પૂ. રતનબાઈ મ. વ્યાખ્યાન ફરમાવતા ત્યારે કંઈ ભૂલ થઈ જાય ને સહુવર્તી ઠાણા કડક ભાષામાં ઠપકો આપે ને તો પૂ. રતનબાઈ મ. વિનમ્ર ભાવે કહેતા, “આપની વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હવેથી ધ્યાન રાખીશ.’’ તેમની સહનશીલતા તથા નમ્રતા એવા ઉચ્ચ પ્રકારના હતા કે સામી વ્યક્તિ ક્ષોભ પામી જતી. ધન્ય છે મહાસતીજીની નમ્રતાને!
ભોરારામાં પ્લેગનો રોગ : પૂ. મહાસતીજીની સહનશીલતા બાલપણથી જ ખૂબ હતી. તેઓ ૧૦ વર્ષના હતા ત્યારે ભોરારા (કચ્છ)માં મરકી (પ્લેગ)નો રોગ ફાટી નીકળેલો ત્યારે તેઓ ગામ બહાર કુબા બનાવીને રહેલા અને ખોરાકમાં કેટલાય સમય સુધી ફક્ત જુવારનો રોટલો અને છાશ વાપરીને જીવન વિતાવતા. "लाभालाभे सुहेदुक्खे, जीविए मरणे तहा । समो निंदा पसंसासु, तहा માળાવમાળો ॥' અર્થાત્ લાભમાં કે હાનિમાં, સુખમાં કે દુઃખમાં, જીવનમાં કે મરણમાં, નિંદા અને પ્રશંસામાં તથા માન અને અપમાનમાં જે સમાન રહે છે તે સાચો સાધક છે. પૂ. મહાસતીજીએ ઉત્તરાધ્યાયન સૂત્રના ૧૯મા અધ્યયનના ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org