________________
४०८
પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ.
શીલવંત સાધુને રે ભાવથી રે નમીએ પાનબાઈ...
એકદા નજીકના સંબંધીને ત્યાં કોઈ પ્રસંગે ગયેલા. રાત્રે તે ભાઈ મોહમુગ્ધ બની તેમના રૂમમાં આવી ચડ્યા. “ામાન્યો નૈવ પતિ ।'' ‘કામાન્ય જોતો નથી’ આ ઉક્તિ અનુસાર પેલો ભાઈ કામાન્ય થયો ત્યારે સત્વશીલ વેલબાઈ સફાળા જાગી જઈ હિંમતપૂર્વક બોલ્યા, “ભાઈ ! અત્યારે કેમ ?” જવાબમાં અનિચ્છનીય માગણી. વેલબાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “ભાઈ ! અત્યારે બોલ્યા તે બોલ્યા, ફરી એવી વાત કરતા નહિ.” આમ કહી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા એક યુક્તિ સૂઝી આવી જેથી રૂમમાંથી બહાર નીકળી બીજા બહેનો સાથે સૂઈ ગયા. સંકટના સમયમાં સાહસિક સતીજીએ બહાદૂરી કેળવી પોતાનું શીલ અખંડ રાખ્યું. “શીતેન પ્રાપ્યતે સૌરવ્ય, શીતેન વિમાં યજ્ઞ: । શીલેન તમ્યતે મોક્ષપ્તસ્માછીનું વાં વ્રતમ્'' અર્થાત્ શીલથી સુખ મળે છે. શીલથી નિર્મળ યશ મળે છે. શીલથી મોક્ષ પણ મળે છે. તેથી શીલવ્રત એ શ્રેષ્ઠ છે. ધન્ય છે આવા સત્ત્વશીલ શીલવાન આત્માને !
સ્વાદવિજેતા સ્પષ્ટભાષી સતી
પૂ. વેલબાઈ મહાસતીજી દીક્ષાર્થી અવસ્થામાં પૂ. ગુરૂણી શ્રી જીવીબાઈ મહાસતીજી પાસે જ્ઞાનાભ્યાસ કરતા હતા ત્યારે રાપરમાં એક વખત ધર્મપ્રેમી શ્રી જેચંદભાઈ કરમચંદ મોરબીયાએ તેમને નાસ્તો કરવા માટે ઘેર બોલાવ્યા. જેચંદભાઈ પુડલા સાથે મીઠું વાપરી રહ્યા હતા ત્યારે વેલબાઈ બહેને કહ્યું, “જેચંદબાપા ! શું પુડલામાં મીઠું નથી ?” બાપાએ કહ્યું, “મીઠું તો છે પરંતુ મને વધારે મીઠું વાપરવાની ટેવ છે.” “અરે બાપા ! એક મીઠાની કણીમાં અસંખ્યાતા જીવો હોય છે. આપણાથી ઉપર મીઠું લેવાય ?” ‘‘જો તમે ઉપરથી મીઠું વાપરશો તો હું તમારા ઘરે ક્યારેય વાપરવા નહિ આવું, હું જાઉં છું.”
જેચંદભાઈ કહે, “દીકરી ! હું હવેથી ઉપર મીઠું નહિ લઉં, આજથી બંધ.’’ મહાસતીજીનો આત્મા પહેલેથી જ સિદ્ધાંતપ્રેમી હતો.
પૂ. ગુરૂણી સાથે જ્ઞાનાભ્યાસ કર્યા પછી બંને પક્ષોની તેમણે પ્રેમથી દીક્ષા માટેની સંમતિ મેળવી. સંઘની રૂબરૂમાં આજ્ઞા પત્રિકા લખાઈ. માંડવી-લીંબડીમાં સંઘ તથા પૂ.શ્રીની રજા મળી.
શ્રી વેલબાઈનો વેલો વધતો રહેશે
વિ.સં. ૧૯૬૭, મહાસુદિ-૧૦ના સોજાણીની વાડીમાં માતૃભૂમિ ગુંદાલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org